News of Tuesday, 28th January 2025
વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારોનો રાફડોઃ ર૮ બેઠકો માટે ૧૦ર મુરતીયા
કોને ટીકીટ મળશે?: ભાજપ દ્વારા પાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સેન્સ લેવાઇ... ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક માટે ભાજપમાં પાંચ દાવેદારો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૮: પાલિકાની પેટા ચૂંટણી તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય, ત્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજરોજ ભાજપ દ્વારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવામાં આવી હોય, જેમાં બંને જગ્યાએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ સર્જાયો છે. વાંકાનેર ભાજપમાં પણ બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે બંને જુથોએ ચોકઠાં ગોઠવી પોતાની પેનલના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં પક્ષ તરફથી ટીકીટ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે, જેમાં વાંકાનેર નગરપાલિકાનાં સાત વોર્ડની ૨૮ બેઠકો માટે આજે લેવાયેલી સેન્સમાં કુલ ૧૦૨ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે.
જેમાં વોર્ડ નં. એકમાં ૨૨, વોર્ડ બેમાં ૧૪, વોર્ડ ત્રણમાં ૧૪, વોર્ડ ચારમાં ફક્ત ૦૧, વોર્ડ પાંચમાં ૧૬, વોર્ડ છમાં ૨૨ અને વોર્ડ સાતમાં ૧૩ લોકોએ મોવડી મંડળ સામે દાવેદારી રજૂ કરી છે. જ્યારે તાલુકા પંચાયતની ચંદ્રપુર એક બેઠક માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે....
પાલિકાની પેટા ચૂંટણી તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોય, ત્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નકકી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજરોજ ભાજપ દ્વારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માડે ઉમેદવારો નકકી કરવા સેન્સ લેવામાં આવી હોય, જેમાં બંને જગ્યાએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ સર્જાયો છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
