News of Tuesday, 28th January 2025
જામનગરમાં પૈસાની લેતીદેતીમાં સરા જાહેર શબીર ઉર્ફે સદામ થૈયમની હત્યા

જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે પૈસાની લેતી લેતી બાબતે સરા જાહેર યુવકની ઘાતકી હત્યા નીપજવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ સીટી એ ડિવિઝન પોલીસ તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮ : અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં અક્ષાબેન શબીર ઉર્ફે સદામ ઈકબાલભાઈ થૈયમ, ઉ.વ.ર૭, રે. પટેલનગર શેરી નં.૩, સંસ્કાર સ્કુલ સામે, હર્ષદમીલની ચાલી પાછળ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૧–ર૦રપ ના ફરીયાદી અક્ષાબેનના પતિ મરણજનાર શબીર ઉર્ફે સદામભાઈ ઈકબાલભઈ એ રીક્ષાવાળા જયરાજસિંહ દરબારને હાથ ઉછીના પૈસા આપેલ હોય તે પૈસા લેવા માટે મરણજનાર શબીર ઉર્ફે સદામભાઈ જડેશ્વર ચાર રસ્તાએ જતા જયરાજસિંહના સબંધી ધર્મેન્દ્રસિંહ -ફુલસિંહ ચૌહાણ સાથે બોલાચાલી અને માથાકુટ થતા આરોપી ધર્મેન્દ્રસિંહ નો પુત્ર નિરંજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી અક્ષાબેનના પતિ મરણજનાર શબીર ઉર્ફે સદામભાઈ ને છરીનો એક ઘા ગળાના ભાગે અને બીજો ઘા છાતીના ડાબી બાજુ મારી ગંભીર જીવલેણ ઈજા કરી ફરીયાદી અક્ષાબેનના પતિ મરણજનાર શબીર ઉર્ફે સદામભાઈનું મોત નિપજાવી આરોપીઓ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
બિમારીથી કંટાળી મહિલાનો ગળાફાંસો
જામનગર : અહીં ઈન્દીરા કોલોની શેરી નં.૧રમાં રહેતા જીવણભાઈ નાથાભાઈ મકવાણા, ઉ.વ.૬૦ વાળા એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧–ર૦રપ ના મરણજનાર નર્મદાબેન વાણાભાઈ નાથાભાઈ મકવાણા, ઉ.વ.પર વાળાને છેલ્લા ત્રણ મહિનાથી ઉધરસ ની દવા ચાલુ હોય જે મટતી ન હોય જેના કારણે ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
