News of Tuesday, 28th January 2025
જેતપુરની મિલ્કત અંગે અરજદારની અપીલ રદ કરવા જીલ્લા કલેકટરનો હુકમ

રાજકોટ તા. ર૮: જેતપુરની મિલ્કત અંગે વસીયતનામાના આધારે અરજદારશ્રી નીઅપીલ નામંજુર કરવા રાજકોટ જીલ્લા કલેકટરે આદેશ કર્યો હતો.
આ અપીલની ટુંકમાં હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટ જીલ્લાના જેતપુર શહેરના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરી જેતપુરના વોર્ડ નં. ૨ વાળી મિલ્કતમાં શ્રી વસંતભાઈ રતીલાલ પરમાર એ રજી. વીલ આધારે ફેરફાર ૨ જીસ્ટરે નોંધ દાખલ કરતા આ કામના અરજદારો એ વાંધા અરજી રજુ કરતા સીટી સર્વે સુઙ્ખિટેન્ડન્ટ તરફથી ત કરારી કેસ ચલાવવા નિયામકશ્રી જમીન દફતર રાજકોટને દરખાસ્ત મોકલતા નાયબ નિયામકશ્રી રાજકોટ દ્વારા કેસ ચલાવી અરજદારશ્રી ની વાંધા અરજી ગ્રાહય રાખી મિલ્કતમાં રજીસ્ટર વીલ ના આધારે ફેરફાર નોંધ ગુણદોષ આધારે નિકાલ કરવા સીટી સર્વે સુપ્રિ. જેતપુરને હુકમ કરેલ સદરહુ હુકમ સામે હાલના એપેલન્ટ શ્રી ઓએ અપીલ રજુ કરતા આ કામ ઉપસ્થિત થયેલ.
સદરહુ કામની સુનાવણી રાજકોટના કલેકટરશ્રી પ્રભવ જોષી સમક્ષ ચાલી જતાં આ કામના રીસ્પોન્ડન્ટ વતી રજુઆત કરવામાં આવેલ કે, વિલ શંકા પ્રેરે તેવું છે તો વીલ કે કોઈપણ દસ્તાવેજની સાતત્યતા તપાસવા આપ સાહેબની કોર્ટને કોઈ સતા ન હોય આવી સતા માત્ર સીવીલ કોર્ટને જ હોય આ કામના એપેલન્ટને વિલ ધ્યાન માં આવ્યા પછી પણ એપેલન્ટ એ આજદિન સુધી વીલ સક્ષમ ઓથોરીટી સમક્ષ ચેલેન્જ કરેલ નથી. જયાં સુધી દસ્તાવેજ સાબીત ન થાય ત્યાં સુધી સાબીત માનવાનો છે તેવી જોગવાઈ એવીડન્સ એકટમાં જણાવેલ છે. તેથી પણ એપેલન્ટની અપીલ રદ ફરમાવવા અરજ કરેલ ઉપરોકત દલીલના આધારે સદરહુ કામમાં અરજદારશ્રી ની અરજી નામંજુર કરવામાં આવેલ છે. નાયબ નિયામકશ્રી જમીન દફતર રાજકોટનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે. ઉપરોકત કામમાં રીસ્પોડન્ટ (સામાવાળ) વતી એડવોકેટ વિશ્વા ડઢાણીયા રોકાયેલ હતા.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
