News of Tuesday, 28th January 2025
પોરબંદરમાં લૂંટ અને અપહરણના ત્રણેય આરોપી ઝડપાયાં
આરોપી રાજુ રાણાનો દીકરો જે મકાનમાં રહેતો હોય તે મકાન મૂળ માલિક પાસેથી ખરીદી લેતા મનદુઃખ રાખી મોબાઇલની લૂંટ કરીને અપહરણ કર્યું હતું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: આરોપીનો દીકરો જે મકાનમાં રહેતો હોય તે મકાન મૂળ મકાન માલિક પાસેથી ખરીદી લેતા તેનું મનદુઃખ રાખીને વિનોદભાઇ માધવભાઇનો મોબાઇલ ફોન ઝૂંડવીને વિનોદભાઇનું અપહરણ કરી જવાના ગુજરાના ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
ફરીયાદી-વિનોદ માધવજીભાઇ શિયાળ વાળાએ ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી નં. (૧) રાજુ રાણા ઓડેદરાનો દિકરો જે મકાનમાં રહેતો હોય, તે મકાન આ કામના ફરિયાદીએ મુળ માલિક પાસેથી ખરીદેલ હોય, જે વાતનું આરોપી નં. (૧) રાજુ રાણા ઓડેદરાએ મનદુઃખ રાખીને આરોપી નં. (ર) મુકેશ વાઘેલા મારફત આ કામના ફરિયાદીને બોલાવી અને આરોપી નં. (૧) રાજુ રાણાએ ફરિયાદીને બળજબરી પુર્વક પોતાની સફેદ કલરની િ.સઆઝ ફોરવ્હીલ રજી. નં. ૧૬૧૮ માં બેસાડી તેમજ આરોપી નં. (૩) અજાણીયા ઇસમે ફરિયાદીને માર મારવાની ગર્ભિત ધમકી આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કર્યું હતું.
આરોપી નં. (૧) રાજુ રાણા ઓડેદરાએ ફરિયાદીને ગાળો બોલી, મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીના વીવો કંપનીના મોબાઇલ ફોન કિ. રૂ. ૭પ૦૦ની લૂંટ ચલાવી અને ગુન્હો કરવામાં ત્રણે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ બી.એન.એસ. કલમ ૧૪૦(૩), ૩૦૯(૪) ૩પ૧(ર), ૩પ૧(૩), ૩પર, પ૪ મુજબ લુંટ તથા અપહરણનો ગંભીર ગુન્હો દાખલ થયેલ હતો.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર. એમ. રાઠોડનાઓ દ્વારા ગુન્હાના ફરાર આરોપીઓની શોધખોળ તપાસ કરવા માટે જણાવતા સર્વેલન્સ સ્ટાફના માણસો ત્રણેય આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ પો. હેડ કોન્સ. વિશાલભાઇ રવજીભાઇ તથા પો. કોન્સ. ભરતભાઇ નાથાભાઇ બાતમી આધભારે આરોપીઆોને ગણતરીના કલાકોમાં પકડી ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે.
પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. રાઠોડ તથા એ.એસ.આઇ. ભાવીન પ્રવીણભાઇ તથા હે.કો. વિશાલભાઇ રવજીભાઇ, પો.કો. ભરત નાથાભાઇ દેવેન્દ્રસીંહ ધીરૂભા, કનકસિંહ પરાક્રમસિંહ દ્વારા લૂંટ અને અપહરણના ત્રણેય આરોપીઓની પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલ હતી. (
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
