<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મોરબીમાં નિલકંઠ મહાદેવના મંદિરમાં ચોરી કરવા ઘુસેલો દારૂડીયો પકડાયો

પુજારીએ હિંમતપૂર્વક ચોરને પકડી પોલીસને હવાલે કર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૮: પુજારીએ સતર્કતા દાખવી હિંમત પૂર્વક ચોરને પકડી પોલીસને હવાલે કર્યો

મોરબીના મણીમંદિર નજીક આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમા ગતરાત્રીના સમયે દારૂડિયો ચોરી કરવાને ઇરાદે ઘુસી ચોરી કરતો હતો તે વેળાએ જ મંદિરના પુજારીએ સતર્કતા અને હિંમત દાખવી આરોપીને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં મણીમંદિર પાસે આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં ગતરાત્રીના સમયે તસ્કર ઘુસી ગયો હતો અને મંદિરની દાનપેટીમાંથી રોકડા રૂપિયા કાઢતો હતો તે વેળાએ જ મંદિરના પૂજારી પરિસ્થિતિ પામી જતા હિંમત એકઠી કરી તસ્કરને પકડી લઈ પોલીસને હવાલે કર્યો હતો. વધુમાં ચોરી કરવા આવેલ શખ્સ દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું.

બાઇકની ચોરી

મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેસન નજીક જીવરાજસોસાયટીમાં રહેતા મયુરભાઈ શામજીભાઈ રાઠોડ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ મયુરભાઈ  તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એમ ૬૮૧૯ કીમત રૂ.૩૦,૦૦૦ વાળું લઈને મોરબીની આયુષ હોસ્પિટલ પાસે ગયા હોય અને તેના ર્પાકિંગમાં મોટર સાઈકલ પાર્ક કરેલ હોય જેની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(2:33 PM IST)