તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th January 2025
હવે કચ્છથી પ્રયાગરાજ હવાઇમાર્ગે પહોંચી શકાશે: કુંભ મેળા માટે એર ઈન્ડિયાની કનેક્ટિંગ ફ્લાઈટ શરૂ
સવારે ૮/૫૦ વાગ્યે ભુજથી ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈ સવારે ૧૦/૧૦ વાગ્યે પહોંચશે, મુંબઈ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની પ્રયાગરાજ માટેની ઉપડતી કનેક્ટિંગ ફ્લાઇટ સવારે ૧૧/૨૦ કલાકે ઉપડી બપોરે ૧/૧૫ વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ ઉપર પહોંચાડી દેશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કુંભમેળામાં જવા માંગનારા શ્રદ્ધાળુઓ કચ્છથી હવાઇ માર્ગે પ્રયાગરાજ પહોંચી શકશે. આ વિશે ભુજ એરપોર્ટ ઓથોરિટીના સદસ્ય અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ જોશીએ “અકિલા” ને માહિતી આપતા જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની ભુજથી મુંબઈ અને મુંબઈથી પ્રયાગરાજ માટેની કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા સવારે ભુજથી વાયા મુંબઈ થઈ બપોરે સીધા જ પ્રયાગરાજ પહોચી શકાશે. ટાઇમ શિડ્યુઅલની વાત કરીએ તો સવારે ૮/૫૦ વાગ્યે ભુજથી ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈ સવારે ૧૦/૧૦ વાગ્યે પહોંચશે. મુંબઈ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની પ્રયાગરાજ માટેની ઉપડતી કનેક્ટિંગ ફ્લાઇટ સવારે ૧૧/૨૦ કલાકે ઉપડી બપોરે ૧/૧૫ વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ ઉપર પહોંચાડી દેશે. એક જ એરલાઈન્સ એર ઇન્ડિયાની કનેક્ટિંગ ફ્લાઈટ હોઈ લગેજ ટ્રાન્સફર માટે કે બોર્ડિંગ પાસ માટે પ્રવાસીઓને હેરાન થવું નહીં પડે. પ્રવાસીઓએ માત્ર સિક્યોરિટી ચેકિંગ જ કરાવવું પડશે. એરપોર્ટ ઉપર સવા કલાક જેટલો વેઈટિંગ પીરિયડ રહેશે જે દરમ્યાન સિક્યોરિટી ચેકિંગની વિધિ પણ સરળતાથી થઈ જશે.

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
