News of Tuesday, 28th January 2025
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર નોકરીઓ: જાણો તમામ વિગત
જામનગર મહાનગરપાલિકા ભરતી માટે જાણો પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર પ્રિવેન્સન વિંગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2025 બપોરથી જ શરૂ થઈ ગઈ છે. જે 17 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણીએ તો
જામનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી
સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)વિભાગફાયર પ્રિવેન્સન વિંગપોસ્ટક્લાર્કથી લઈને ડે.ચીફ ફાયર ઓફિસર સુધીજગ્યા21વયમર્યાદાવિવિધએપ્લિકેશન મોડઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટજગ્યાડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર1ડીવીઝનલ ફાયર ઓફિસર2સ્ટેશન ફાયર ઓફિસર4એડમિનિસ્ટ્રેટીવ મેનેજર1લીગલ આસિસ્ટન્ટ1ફાયર ટેક્નીશીયન8ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર4કુલ21
શૈક્ષણિક લાયકાત
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
વય મર્યાદા
ફાયર વિભાગમાં બહાર પડેલી વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ષના ઉમદેવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
પોસ્ટપગારડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર₹ 53,100 – ₹ 1,67,800ડીવીઝનલ ફાયર ઓફિસર₹ 44,900 – ₹ 1,42,400સ્ટેશન ફાયર ઓફિસર₹ 39,900 – ₹ 1,26,600એડમિનિસ્ટ્રેટીવ મેનેજર₹ 44,900 – ₹ 1,42,400લીગલ આસિસ્ટન્ટ₹ 39,900 – ₹ 1,26,600ફાયર ટેક્નીશીયન₹ 19,900 – ₹63,200ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર₹ 19,900 – ₹63,200
ફી
- ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
- સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી 1000 રૂપિયા રહેશે.
- તમામ મહિલા ઉમેદવાર, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 રૂપિયા ભરવાની રહેશે
- ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી
- જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાતની https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
