News of Tuesday, 28th January 2025
પોરબંદરના ગરેજ ગામે પીજીવીસીએલ ટીમ વીજ ચેકીંગના દરોડા:ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો
વીજ ચોરીના દરોડા કરવા ગયેલ અંદાજે 30 જેટલી ગાડીઓ સામે ગ્રામજનોમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

પોરબંદરના ગરેજ ગામે પીજીવીસીએલ ટીમ વીજ ચેકીંગના દરોડા પાડવા જતા ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગોસા અને ગરેજ ગામે પી.જી.વી.સી.એલ ટીમ પહોંચી હતી દરોડા પાડવા. વીજ ચોરીના દરોડા કરવા ગયેલ અંદાજે 30 જેટલી ગાડીઓ સામે ગ્રામજનોમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોએ પી.જી.વી.સી.એલ ની ટીમ સામે વિરોધ કરતા વાતાવરણ ગરમાયુ હતું. ગરેજ ગામે પી.જી.વી.સી.એલ ટીમનો વિરોધ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
