News of Tuesday, 28th January 2025
ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ૧ મહિલાનું મોત ૮ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગોંડલમાં ભયંકર અકસ્માત સર્જાયા :બનાવને કારણે સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકો મુસાફરોને બચાવા દોડીને પહોંચ્યા હતા

ગોંડલ,તા.૨૮
ગોંડલમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે ૮ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોંડલમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બનાવને કારણે સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકો મુસાફરોને બચાવા દોડીને પહોંચ્યા હતા. ગોંડલના ભુણાવા ગામ નજીક શક્તિમાન ફેક્ટરી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૧ મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાં ઈમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં તેમને ગોંડલ સિવિલ તેમજ રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ભયાનક અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત પણ નિપજ્યું છે. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહિલાના મોતને લઈને હાલ તેના પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આ અકસ્માતને લઈને હાઈવે પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧ મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૭ થી ૮ મુસાફરો ગંભીર રીતે આ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
