News of Wednesday, 29th January 2025
સાવરકુંડલામાં પૂ, વીરબાઈ માતાની 219મી જન્મજયંતી નિમિતે રવિવારે રોટલાનો અન્નકૂટ -લોહાણા જ્ઞાતિ ભોજન
શ્રી વીરબાઈ માઁ ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા પૂજન -અર્ચન, મહિલા સત્સંગ અને જલારામ મંદિરે રોટલાનો અન્નકૂટ : લોહાણા મહાજન વાડીએ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન

સાવરકુંડલા : પૂ, શ્રી વીરબાઈ માતાની 219મી જન્મજયંતિ નિમત્તે સાવરકુંડલામાં શ્રી વીરબાઈ માઁ ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા તા,2ને રવિવારે વસંતપંચમીએ રોટલાનો અન્નકૂટ અને રઘુવંશી સમૂહ ભોજન સહિતના આયોજન કરાયા છે
સંત શિરોમણી જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વિરબાઇ માતાના જન્મજયંતી નિમિતે શ્રી વીરબાઈ માં ટિફિન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સવારે 9 વાગે ગણેશ પૂજન તથા વીરબાઈ માં પુજનઅર્ચન , સાંજે 4 થી 6 મહિલા સત્સંગ શ્રી વીરબાઇ માં ટિફિન સેવા ટ્રસ્ટ જલારામ મંદિર પાસે રાખેલ છે તથા સાંજે 4 થી 7 રોટલાનો અન્નકૂટ ત્યાર બાદ 6:45 કલાકે મહાઆરતી શ્રી જલારામ મંદિરે રાખેલ છે અને લોહાણા જ્ઞાતિ ભોજન સાંજે 7 વાગ્યે લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવેલ છે
પૂ, શ્રી વીરબાઈ માતાની 219મી જન્મજયંતિ મહોત્સવમાં સાવરકુંડલા શહેરના સર્વે રઘુવંશી પરિવારોને ભોજન પ્રસાદમાં નિમંત્રણ પાઠવાયું છે, શ્રી વીરબાઈ માઁ ટિફિન સેવા ટ્રસ્ટના પૂ, રમુદાદા ,હરેશભાઇ કુંડલીયા, દકાભાઈ મજીઠીયા,અરવિંદભાઈ મજીઠીયા,પિયુષભાઇ મશરૂ મહેશભાઈ શીંગાળા,અને જયેશભાઇ તન્ના સંપર્ક સૂત્રો છે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
