News of Wednesday, 29th January 2025
પોરબંદર અને વડોદરામાં છેતરપીંડી તથા સાયબર ફ્રોડના ગુન્હામાં નાસ્તી ફરતી મહિલા ગોવામાંથી ઝડપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. પોરબંદર અને વડોદરામાં છેતરપીંડી અને સાયબર ફ્રોડના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર થઇ ગયેલ રોશની ભૂપેન્દ્રસિંઘ રે. ઇન્દોરને પોલીસે ગોવામાંથી પકડી લીધી છે.
એલસીબી આઇ-સી પો. ઇ. આર. કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ રાજેન્દ્રભાઇ જોષી તથા એચ.સી. ઉપેન્દ્રસિંહ જાડેજા ડબલ્યુએસસી નાથીબેન કુછડીયાને ટેકનીકલ સોર્સીસ હકીકત મળેલ કે, પોરબંદર સાયબર ક્રાઇમ પો. સ્ટે. આઇ. પી. સી. ક. ૪૦૬, ૪ર૦, આઇ. ટી. એકટ ક. ૬૬ (ડી) મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી તથા વડોદરા શહેર ડી. સી. બી. પો. સ્ટે. આઇ. પી. સી. ૩. ૪૦૬, ૪ર૦, ૧ર૦-બી, મુજબના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી બહેન રોશની ભુપેન્દ્રસિંહ બગ્ગા રહે. ઇન્દોર હાલ ગોવા ખાતે હોવાની હકિકત મળતા એલ. સી. બી. સ્ટાફના એએસઆઇ ગોવિંદભાઇ મકવાણા તથા મુકેશભાઇ માવદીયા તથા એસ. સી. સલીમભાઇ પઠાણ તથા લક્ષ્મણભાઇ ઓડેદરા તથા કિર્તી મંદિર પો. સ્ટે.ના ડબલ્યુએએસઆઇ મનીષબેન પરમારને ગોવા ખાતે આરોપી બહેનની તપાસમાં મોકલતા આરોપી બહેન રોશની ડો.-ઓ. ભુપેન્દ્રસિંઘ હરભજનસિંઘ બગ્ગા સામે મળી આવતા આરોપી બહેનને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમ પો. સ્ટે. સોંપી આપવામાં આવેલ છે તથા વડોદરા ડીસીબી પો. સ્ટે. માં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
એલસીબી-આઇ.સી. પીઆઇ આર. કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા કિર્તી મંદિર પો. સ્ટે.ના એએસઆઇ મનીષાબેન પરમાર તથા એચ. સી. ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પી. સી. નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પી. સી. ગોવિંદભાઇ માળીયા વગેરે છેતરપીંડી અને સાયબર ફ્રોડના ગુન્હામાં નાસ્તી ફરતી મહિલા રોશની ભુપેન્દ્રસિંહને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતાં.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
