<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ગોંડલમાં સાહિલભાઇ સહિત ૩ ની આંખોમાં જવલનશીલ સ્‍પ્રે છાંટી છરીથી હુમલો

ઝઘડો થતાસ્ત્રી મિત્રના પરિચીત રાજકોટ સ્‍થિત આફતાબ અને તેની સાથેના બે અજાણ્‍યા શખ્‍સોએ ઘરમાં ઘુસી હૂમલો કર્યો ઇજાગ્રસ્‍ત સાહિલભાઇ તેના પિતા અને પુત્રીને ગોંડલ હોસ્‍પિટલમાં ખસેડાયાઃસ્ત્રી મિત્ર રેશ્‍મા રે. રાજકોટ સહિત ૪ સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા. ર૯ : ગોંડલમાં ઝઘડો થયા બાદસ્ત્રી મિત્રને તરછોડી દેનાર યુવાન સહિત ત્રણ ઉપરસ્ત્રી મિત્રના પરિચીત સહિત ૪ શખ્‍સોએ આંખમાં જયલનશીલસ્ત્રે છાંટી છરીથી હૂમલો કરી જાતિ પ્રત્‍યે આપમાનીત કરી પતાવી દેવાની ધમકી આપ્‍યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા શેરી નંબર રપ/૧૬માં રહેતા અને મજુરી કામ કરતા સાહિલભાઇ ચંદુભાઇ સોલંકીએ આરોપી રેશ્‍માબેન સંધી રે. રાજકોટ જંગલેશ્વર, આફતાફ સંધી રે. રાજકોટ જંગલેશ્વર તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના છુટાછેડા થયા બાદ આરોપી રેશમા સાથે ચાર વર્ષ પૂર્વે મૈત્રી કરાર કર્યા હતા અને તેનાથી સંતાનમાં એક પુત્રી છે.

ફરીયાદીનેસ્ત્રી મિત્ર રેશ્‍મા સાથે ઝઘડો થતા તેને રાજકોટ મુકવા જતો હતો એ દરીમયાન રેશ્‍માએ તેના પરિચીત આફતાબને ફોન કરી ફરીયાદીને પતાવી દેવાનું કહેતા ફરીયાદી રસ્‍તામાં જ રેશ્‍માને ઉતારી ઘરે આવી ગયો હતો.

ત્‍યારબાદ સાંજના સમયે આફતાફ સંધી અને તેની સાથેના બે અજાણ્‍યા શખ્‍સોએ બાઇકમાં ફરીયાદીના ઘરે આવી ઘરમાં ઘુસી ફરીયાદી તથા તેના પિતા અને પુત્રીની આંખોમાં જવલનશીલ સ્‍પ્રે છાંટી છરીથી હૂમલો કરી જાતિ પ્રત્‍યે અપમાનીત કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હૂમલામાં ફરીયાદીને છરી લાગતા અને ફરીયાદીના પિતા તથા પુત્રીને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસેસ્ત્રી મિત્ર રેશ્‍મા અને તેના પરિચીત સહિત ચારેય સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કર્યો હતો.

(2:04 PM IST)