તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
ઓસમ ખાતે પર્વતારોહણ શિબિર યોજાશે
૮ થી ૧૩ વર્ષના બાળકોમાં સાહસિકતાના ગુણ વિકસે તે હેતુથી કરાયુ આયોજન

રાજકોટ તા. ૨૯: રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ વિભાગ,તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓની કચેરી, રાજકોટ દ્વારા ઓસમ ખાતે પર્વતારોહણની સાહસિક શિબિરનું આયોજન કરાયું છે.
૮ વર્ષથી ૧૩ વર્ષના બાળકોમાં સાહસિકતાના ગુણ વિકસે અને બાળકોમાં રહેલ સુશુપ્ત શકિતઓનો વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના તાલીમાર્થીઓને પર્વતારોહણની બેઝિક સાહસિક તાલીમ શિબિરનું આયોજન તા. ૩૦ જાન્યુઆરીથી ૦૫ ફેબ્રુઆરી દરમ્યાન ઓસમ (પાટણવાવ) તા. ધોરાજી જી. રાજકોટ ખાતે યોજાશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
