તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 30th January 2025
ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનમાંથી નરશી જાદવનો બીજા માળેથી કુદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ
યુવકને એક ગુમ થયેલ યુવતીની ફરીયાદ સંદર્ભે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો

ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનમાંથી નરશી જાદવ નામના યુવકે બીજા માળે થી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો,
સિહોર પોલીસ દ્વારા યુવકને એક ગુમ થયેલ યુવતીની ફરીયાદ સંદર્ભે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે આજે સવારે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ યુવકને અચાનક લાગી આવતા સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવક સિહોર તાલુકાનો હોવાનું સામે આવ્યું હતું, યુવકે આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
