<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

સુરેન્દ્રનગરમાં પૂજાબેન ઝાલાને ભાણેજ જમાઇ સદામે હાથમાં છરીના ઘા ઝીંક્યા


સદામની પત્નિ ઘરેથી નીકળી ગઇ હોઇ તેને શોધવા દારૂ પી ઘરે આવી ગાળો બોલી હુમલો કર્યોઃ લવમેરેજ કરનાર પૂજાબેનના પતિ જેલમાં છે
રાજકોટ તા. ૩૦ઃ સુરેન્દ્રનગરના લક્ષ્મીનગર-૧માં રહેતાં પૂજાબેન ચેતનસિંહ ઝાલા (ઉ.વ.૩૪)ને રાતે સાડા અગિયારેક વાગ્યે તેણી ઘરે હતી ત્યારે તેના ભાણેજ જમાઇ સદામ હબીબભાઇ મોરઍ ઘરે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ત્રણેક ઘા ઝીંકી દેતાં તેણી લોહીલુહાણ થઇ ગઇ હતી. દેકારો કરતાં સદામ ભાગી ગયો હતો.
સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ત્યાંની પોલીસને જાણ કરી હતી. પૂજાબેને કહ્નાં હતું કે તેનું મુળ નામ રેશ્માબેન છે અને ચેતનસિંહ સાથે લવમેરેજ કર્યા છે. સંતાનમાં ઍક પુત્ર અને ઍક પુત્રી છે. હાલ પતિ જેલમાં છે. ભાણેજ જમાઇ સદામની પત્નિ તન્નુ ઘરેથી નીકળી ગઇ હોઇ સદામ તેને શોધતો શોધતો તેણીના ઘરે આવ્યો હતો. ત્યારે તે નશો કરેલી હાલતમાં હોઇ મારી પત્નિ ક્યાં છે? તમને ખબર છે...કહી ડખ્ખો કરતાં તેને ગાળો બોલવાની અને દારૂ પી ઘરે આવવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(2:23 PM IST)