News of Thursday, 30th January 2025
વિરપુર (જલારામ)માં પૂ. જલારામબાપાની જગ્યામાં ભેટ-સોગાદ-રોકડ સ્વીકારવાનું બંધ કર્યાના રપ વર્ષ કાલે પુર્ણ
અત્યારે પણ પૂ. જલારામબાપા અને પૂ. વિરબાઇમાતાનાં આર્શિવાદ અવિરતઃ દરરોજ ઉમટતા અસંખ્ય ભાવિકો

રાજકોટ, તા. ૩૦: વિરપુર (જલારામ) માં વર્ષોથી ભાવિકો પૂ. જલારામબાપા અને પૂ. વિરબાઇમાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહયા છે.
પૂ. જલારામબાપાની જગ્યા ખાતે ભેટ, સોગાદ, રોકડ રકમ સ્વીકારવાનું બંધ કર્યાને કાલે મહાસુદ બીજને શુક્રવારે રપ વર્ષ પુર્ણ થાય છે.
પૂ. જલારામબાપાની જગ્યા ખાતે પૂ. જલારામબાપા પૂ. વિરબાઇમાં ના આર્શિવાદથી પૂ. જલારામબાપા પરિવાર દ્વારા ભેટ, સોગાદો, રોકડ રકમ સ્વીકારવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય બાદ પણ પૂ. જલારામ બાપાની જગ્યા વિરપુર (જલારામ) ખાતે અવિરત અન્નક્ષેત્ર ધમધમી રહયું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
