<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કચ્છ બોર્ડર રેન્જ પોલીસે વાવ પાસેથી ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપ્યું: ૧૬ યુવક યુવતીઓ નાણા ખંખેરતા હતા

ઝડપાયેલ ૬ યુવતીઓ મિઝોરમ, નાગાલેન્ડની, માસ્ટર માઈન્ડ અમદાવાદનો સ્વપ્નીલ ઉર્ફે સેમ પટેલ

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન નીચે સાઇબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બનાસકાંઠાના વાવ પાસે આવેલ દીપાસર ગામે ધમધમતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું હતું. સોલાર માટે કામ કરી રહ્યા હોવાનું જણાવી ગામના આગેવાનનું મકાન ભાડે મેળવી એમાં કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને લોન આપવાના નામે જાળમાં ફસાવી તેમની બેંક માહિતી મેળવી અલગ અલગ ચાર્જ ના નામે રૂપિયા પડાવી છેતરપીંડી કરાતી હતી. પોલીસે ૧૦ યુવાનો અને ૬ યુવતીઓ સહિત ૧૬ જણને ૨૫ લેપટોપ, ૨૦ મોબાઈલ ટેબલેટ, કેલ્ક્યુલેટર ૩૬ હજાર રોકડ સહિત ૮ લાખ ૩૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ યુવતીઓ મિઝોરમ નાગાલેન્ડની છે, અમુક યુવકો ગુજરાત અને અમુક યુવકો કોલકતાના છે. માસ્ટર માઈન્ડ અમદાવાદનો સ્વપ્નીલ ઉર્ફે સેમ પટેલ ફરાર છે.

(9:38 AM IST)