તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સુત્રાપાડાના સિંગસરના જેવુબેન વાળાનું વાડીએ પડી ગયા બાદ મોત
ચક્કર આવતાં પડી ગયા હતાં: રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૧: સુત્રાપાડાના સિંગસર ગામે રહેતાં જેવુબેન પ્રતાપભાઇ વાળા (ઉ.વ.૪૦) નામના મહિલા છ દિવસ પહેલા વાડીએ મજુરી કરતી વખતે ચક્કર આવતાં પડી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્યુ થયુ઼ હતું.
જાણવા મળ્યા મુજબ સુત્રપાડાના સિંગસર ગામે રહેતાં જેવુબેન વાળા ગત ૨૪મીએ નજીકના ગામે વાડીએ મજૂરી કામે ગયા હતાં ત્યારે ચક્કર આવતાં પડી જતાં ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સુત્રાપાડા, વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનારના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુત્રપાડા પોલીસને જાણ કરી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
