તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
વાંકાનેર પાલિકા-જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે ઇવીએમ મશીન સ્ટ્રોંગરૂમમાં સીલ

વાંકાનેર અમરસિંહજી હાઇસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોના અગ્રણીઓની હાજરીમાં નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી સેરશીયા તથા મામલતદાર શ્રી સાનીયા તથા તાલુકા વિકાસ અધિકારી અને ચંદ્રપરની સીટ માટેના ચૂંટણી અધિકારી ની હાજરીમાં કુલ નગરપાલિકાની ૨૮ સીટો માટે બી-યુ-૭૪ તથા સીઅયુ-૪૪ અને તાલુકા પંચાયતની એકસીટ માટે બી-યુ-૧૦ તથા સી-યુ-૧૦ ઇવીએમ મશીનો ને ચેક કરી, સ્ટ્રોંગ રૂમને સીલ મારવામાં આવેલ આ ઇવીએમ મશીનો ટ્રક મારફત અહી લાવવામાં આવ્યા હતા. આગામી ૧૬/૨ ના રોજ નગરપાલિકાની ૨૮ સીટો માટે અને તા. પં..ની એક સીટ માટે મતદાન થનાર છે. (તસ્વીર-અહેવાલ મહમદ રાઠોડ-વાંકાનેર )
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
