News of Saturday, 1st February 2025
ધોરાજીઃ વિપુલ વિરાણીને ગોલ્ડ મેડલ અર્પતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧: જામકંડોરણાના ખેડુત પુત્ર ગોવિંદભાઇ વિરાણીનો પુત્ર ગૌરવ પહેલા રોઘેલ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતો ત્યાં પણ અવલ નંબર મેળવતો રોયલ પ્રાથમીક શાળાના શિક્ષકવિદ કેશુભાઇ ઢોલરીયા.
રોઘેલ ગામનો ડંકો સમગ્ર ગુજરાતમાં વાગ્યો ખેતી સાથે જોડાયેલ પિતા અને પુત્ર પણ નવસારી કૃષી યુનિવર્સિટીમાં અભ્યાસમાં અવ્વલ નંબર જ આવતો અને પરીક્ષાઓ બાદ બી.એસ.સી. હોમ્સ. એગ્રીકલ્ચરની ડિગ્રી નવસારી કૃષી યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરી કૃષિ આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રથમ આવતા ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને નવસારી કૃષી યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનીત કરેલ હતા.
વિપુલ વિરાણી હવે ગુજરાત રાજયની સરદાર કૃષિનગર દાતીવાડા કૃષી યુનિવર્સિટીમાં જનિન વિદ્યા અને પાક સંવર્ધન વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. નાના એવા રોઘેલ ગામના ખેડુત પુત્ર વિપુલ વિરાણીનું ગોલ્ડ મેડલ રાજયપાલશ્રીના હસ્તે સન્માન થતા પરીવારજનોમાં પિતા વિપુલભાઇ વિરાણી કેતનભાઇ વિરાણી, ગોવિંદભાઇ વિરાણી અને શાળાના શિક્ષક કેશુભાઇ ઢોલરીયા અને ખેડુત નેતા અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિતનાએ વિપુલ વિરાણીને શુભેચ્છા આપેલ હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
