<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

દ્વારકામાં વિરમભા માણેક પરિવાર દ્વારા કાલે ર૪મો સમુહ લગ્નોત્‍સવ

સમસ્‍ત ક્ષત્રીય વાઘેર સમાજ, સાધુ સમાજ, વણકર સમાજનાં નવદંપતિ જોડાશેઃ પબુભા માણેકની આગેવાનીમાં તૈયારી

(વિનુભાઇ સામાી દ્વારા) દ્વારકા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકામાં શ્રી વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત નંદી શાળા- ગૌશાળા, દ્વારકા-નાગેશ્વર રોડ ખાતે ધારાસભ્‍ય પબુભા માણેકની આગેવાનીમાં વિરમભા આશાાભા માણેક પરિવાર દ્વારા સમસ્‍ત ક્ષત્રીય વાઘેર સમાજ, સાધુ સમાજ, વણકર સમાજ માટે સમુહ લગ્નોત્‍સવ યોજાશે.

જેમાં તા. ૩ ને સોમવારે સવારે જાન આગમન, હસ્‍તમેળાપ, સમુહ ભોજન તથા જાન વિદાય થશે.

જયારે તા. ૪ ને મંગળવારે સમસ્‍ત ક્ષત્રીય વાઘેર સમાજના સમુહ લગ્નમાં હસ્‍તમેળાપ સત્‍કાર સમારંભ, સમુહ ભોજન યોજાશે.

જેમાં સંતો તથા મહેમાનો ઉપસ્‍થિત રહેશે. તા. પ ને બુધવારે વણકર સમાજના લગ્નોત્‍સવ યોજાશે.

આ સમુહ લગ્નમાં સાંસદ પૂનબેન માડમ, સહિતના ઉપસ્‍થિત રહીને નવદંપતિને આર્શિવચન પાઠવશે

(11:52 AM IST)