તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 1st February 2025
ઉપલેટા પંથકમાં દીપડો પાંજરે પુરાયો

ઉપલેટા : પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેથી દિપડો પાંજરે પુરાયો છે. નદીના પુલ પાસે રહેતા ભીમાભાઇ લાખાભાઈ ભારાઈ નામના માલધારીના બકરાનું મારણ કરતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યા બાદ પાંજરું મૂકેલું હતું. ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાને મોજ ડેમ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવાયો જ્યાંથી વહેલી સવારે જુનાગઢ સક્કરબાગ સ્રણીસંગ્રહાલય ખાતે મોકલી આપેલ છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ એનીમલ હોસ્ટેલના પાછળના ભાગેથી એક દિપડો પાંજરે પુરાયો હતો. ઉપલેટાના ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રભાઈ ચંદ્રવાડીયા તથા ટીમે આ કાર્યવાહી હાથ ધરેલ હતી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
