News of Saturday, 1st February 2025
રિબડામાં સ્વ. મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથી નિમિતે સવારથી મહારકતદાન કેમ્પ

જુનાગઢ : ક્ષત્રીય સમાજના આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહજી ભાવુભા જાડેજાની આજે દ્વિતીય પુણ્યતિથી હોય જે નિમિતે તેમના પૌત્ર રાજદિપસિંહ જાડેજા દ્વારા આર.એ.આર. ફાઉડેશનના નેજા હેઠળ રિબડામાં સવારથી મહારકતદાન કેમ્પનો પ્રારંભ થયો છે. જેમાં સવારે સત્યજીતસિંહ (સતુભા) અનિરૂધ્ધસિંહ જાડેજા તથા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પણ આ રકતદાન કેમ્પમાં રકતદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવેલ. આ એકત્ર થનાર રકત થેલેસેમીયાગ્રસ્તો ત્થા ગંભીર બિમારી વાળા દર્દીઓને બ્લડ બેંક મારફત આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા અનિરૂધ્ધસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
