તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 1st February 2025
કુંભમેળામાં ભાવનગરના વૃદ્ધ મહિલા ભૂલા પડી ગયા ને..!!
વાયરલ વિડીયોથી મામાકોઠા રોડના પરિવારજનો સાથે સંપર્ક થયો

ભાવનગર તા.૧ : સોશિયલ મીડિયાનો એક બાજુ કકળાટ થતો હોય છે, પણ બીજી તરફ તેની ઉપયોગીતા કેટલી છે તેનું ઉદાહરણ તાજેતરમાં કુંભમેળામાં બનેલી ભાગદોડની ઘટનામાં ભાવનગરના વળદ્ધા હીમાબેન જાદવ ભૂલા પડી ગયા હતા. તો તેમની વીડિયો મારફત ભાળ મળી ગઈ છે.
મામા કોઠા રોડ ઉપર રહેતા હીમાબેન જાદવ નામના વળદ્ધા બધાથી જુદા પડી ગયા હતા.ભરૂચના માલધારી સમાજના આગેવાન ઝીણાભાઇ મેરે તેમનો વિડીયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.જેના કારણે હીમાબેનના પરિવારજનો સુધી સમાચાર મળી ગયા ઝીણાભાઈ મેરે વાતચીત કરતા જણાવ્યું કે તેમના જમાઈનો સંપર્ક થયો હતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત થઈ ગઈ છે.આમ પ્રયાગરાજમાં બનેલી ભાગદોડની ઘટનામાં એક વિડીયોથી વિપરીત પરિસ્થિતિનો સુખદ અંત આવ્યો હતો.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
