<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હળવદના વેગડવાવ રોડ પર બાઈક આડે ખુંટીયો ઉતરતા બાઈક ચાલકનું મોત

(દીપક જાની દ્વારા) હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદ (ઉ. વ. ૫૫) ગત  રાત્રિના આઠેક વાગ્‍યે વેગડવાવ રોડ પરથી બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા. ત્‍યારે ભવાનીનગર ઢોરા પાસે ઓચિંતા રોડ પર ખુંટીયો આડે ઉતરતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં બાઈક ચાલક રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્‍પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે સારવાર કારગત ન નીવડતા આખરે તેઓનું મોત નિપજ્‍યું છે.

(12:02 PM IST)