<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હવે શિયાળો ગયો એવી અનુભૂતી થયા બાદ પાંચમીથી ઠંડીનો નવો રાઉન્‍ડ

આગામી નવુ ડબલ્‍યુ ડી મજબુત હોઇ ઉત્તરના રાજયોમાં વધુ સ્‍નોફોલ વરસાવશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧: હાલ બે દિ' આંશિક તાપમાન ઘટયું તે એક પヘમિી વિક્ષોભના પસાર થવાને કારણે  ઘટયું. પણ હવે ફરી તાપમાનનો પારો ઉંચે ચઢવા માંડશે ત્‍યાં સુધી કે દિવસના ભાગે વધતા તાપમાનને  કારણે લોકનાદ એવો ગુંજવા માંડશે કે ‘હાશ'! હવે શિયાળો ગયો.  હવે ઉનાળાની એન્‍ટ્રી થઇ ચુકી છે. ઠંડા પીણાઓની બજારોમાં સળવળાટ જોવા મળશે. દિવસના ભાગે છત પરના પંખાઓના ચકરડાઓ ઘુમવા માંડશે. આવી ઉનાળાની પ્રારંભીક અનુભુતી કરાવ્‍યા બાદ નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના જમ્‍મુ કાશ્‍મીરમાંથી પસાર થઇ ગયા બાદ ઉત્તરના પવનોથી તાપમાન નીચુ જવા પામશે.

‘સ્‍કાયમેટ'ના વી.પી.મહેશ પલાવત જણાવે છે કે આવનારુ નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ મજબુત હોઇ, ઉત્તરના રાજયોમાં સારો એવો સ્‍નોફોલ વરસાવશે અને એ કારણે જ  ફેબ્રુઆરી શરૂ થવા છતાં ગુજરાતમાં ઉત્તરના ઠંડા પવનો આગામી ૪-પ તારીખથી તાપમાન ઘટાડશે.  દિવસના સમયે પણ ઠંડીનો આ નવો રાઉન્‍ડ કદાચ અંતીમ પણ હોઇ શકે છે. કારણ કે ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડીની તીવ્રતા ઘટવા માંડતી હોય છે. ભાંગતી રાતે ઠંડીની અસર તો જો કે હોળી-ધૂળેટી આવતા સુધી રહેતી હોય છે પણ એ માત્ર રાત પુરતી સીમીત બની જતી હોય છે.

(12:04 PM IST)