તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડીમાં જુગાર દરોડા : સાત ઝડપાયા

વઢવાણ, તા.૧: ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગર, સુરેન્દ્રનગરની ફીરદોષ સોસાયટી, માંડલ ૩ રસ્તા અને પાટડીના વાસુરીયાવાસમાં પોલીસે જુગારની રેડ કરી હતી. ૭ જુગારીયાઓ રૂપીયા ૩૬,૪૦૦ની મત્તા સાથે ઝડપાયા હતા.ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.આર.મોડીયા, નરેશભાઈ ભોજીયા સહિતની ટીમને તાલુકાના નીમકનગર ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરી હતી.જેમાં પ્રવીણ વિઠ્ઠલભાઈ રાપુસા, વિક્રમ હેમાભાઈ ઉડેચા અને સલીમ સમંદરભાઈ હીંગોજા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૧,૬૦૦ સાથે ઝડપાયા હતા. તપાસ વિક્રમભાઈ રબારી ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એ. ડિવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ સહિતનાઓએ બાતમીને આધારે ફીરદોષ સોસાયટી નજીક આવેલ સરકારી આવાસમાં રેડ કરી હતી. જેમાં જુસબ હાજીભાઈ રાજાણી અને નકુલ મુકેશભાઈ રાઠોડ ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા ૨૭૮૦ સાથે ઝડપાયા હતા.
બીજી તરફ સુરેન્દ્રનગર એલસીબી ટીમે પાટડીના વાસુરીયાવાસમાં રહેણાક મકાન બહાર વરલી મટકાનો જુગાર રમતા સલીમ ઉર્ફે ચતુર દાવલભાઈ સૈયદને રોકડા રૂપીયા ૧૪૧૦ અને રૂપીયા ૫ હજારના મોબાઈલ સહિત રૂપીયા ૬,૪૧૦ની મત્તા સાથે પકડી પાડયો હતો. દસાડાના માંડલ ૩ રસ્તા પાસે આવેલ સાહીલ હોટલ પાસે રમાતા વરલી મટકાના જુગાર પર એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં જાવેદ ઈસ્માઈલભાઈ શેખ રોકડા રૂપીયા ૧૦,૬૧૦, રૂપીયા ૫ હજારના મોબાઈલ સહિત કુલ રૂપીયા ૧૫,૬૧૦ની મત્તા સાથે ઝડપાયો હતો. આ આરોપી સલીમ મહેબુબભાઈ અને હીરાજી ઠાકોર સાથે જુગાર રમતો હોવાથી ત્રણેય સામે ગુનો નોંધી અન્ય રને ઝડપી લેવા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
