News of Saturday, 1st February 2025
કાલે અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા : ૫૭૦ સ્પર્ધકો
સવારે ૬:૪૫ વાગ્યે ફલેગ ઓફ સાથે પ્રસ્થાન : યાત્રિકોને પગથિયા ઉપર જવા પ્રતિબંધ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૦૧ : ૧૭ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૨ ફેબુ્આરી, ૨૦૨૫ના રોજ યોજાશે. જેમાં દેશભરમાંથી ૫૭૦ સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે.
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાંસ્કળતિક મંચ, મહંત શ્રી મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.૨ ના રોજ સવારે ૬-૪૫ કલાકે ફ્લેગ ઓફ કરી પ્રારંભ થશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સનાતન ધર્મશાળા,ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે બપોરે ૧૨ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. ૧૭ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આરોહણ અવરોહણ લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આગામી તા.૨ ફેબ્રુઆરીના અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ રહેશે.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કળતિક -વળતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨/૦૨/૨૦૨૫ના રોજ અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા રહેલી હોય, એવા સંજોગોમાં ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર આવવા-જવા માટે પ્રતિબંધ ફરમાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામા મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એફ.ચૌધરી ને મળેલી સત્તાની રૂએ તા.૨/૦૨/૨૦૨૫ના રોજ ૦૦-૦૦ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી ગિરનાર તળેટીથી અંબાજી મંદિર તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિ/યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીના પગથીયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે.
આ જાહેરનામું સ્પર્ધાના અધિકળત અધિકારીઓ/ સ્વયંસેવકોને સ્પર્ધા વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
