News of Saturday, 1st February 2025
પોરબંદરના મહારાણા નટવરસિંહજી ગાદી વારસ થયા તેને આવતીકાલે વસંતપંચમીએ ૧૦૫ વર્ષ પૂર્ણ
પિતા ભાવસિંહજીનું અવસાન થતા નટવરસિંહજી ગાદી વારસ થયા પરંતુ નટવરસિંહજીની સગીર વય અને અભ્યાસ કરતા હોય એડમીનટ્રેશન શાસન આવ્યું હતું : નટરવસિંહ પુખ્તવયના થયા બાદ રાજવી તરીકે ૨૮ વર્ષ રાજ કર્યુ હતું.

પોરબંદરઃ મહારાણા નટરવસિંહજી ગાદી વારસ થયા તેને આવતી કાલે વસંતપંચમીએ ૧૦૫ વર્ષ પૂર્ણ થઇ રહયા છે.
સને ૧૯૪૭ ની ઓગસ્ટ મહિનાની પંદર તારીખે હિન્દુસ્તાન-સ્વતંત્ર થયાબાદ હિન્દુસ્તાન ભારતના જે તે સમયના હિન્દુસ્તાન પટેલે દીધદ્રષ્ટિ વાપરા આશરે ૬૦૦ છશો આસપાસ કે તેથી વધુે હિન્દુસ્તાન- ભારતમાં જૂનાગઢ, હૈદરાબાદ (આંધ્રા) અન્ય એક ત્રણ મુસ્લીમ રાજયો સિવાયના તમામ નાના મોટા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારત-હિન્દુસ્તાન બન્યું અપવાદ કાશ્મીરનો સળગતો પ્રશ્ન હતો. પાછળથી કાશ્મીરના રાજવીએ હિન્દુસ્તાન-ભારતમાં ભળી જવા સંમંતિ આપી અને હિન્દુસ્તાન ભારતનો ભાગ બન્યું. પરંતુ પૂર્ણ નહી અપકલ્યના અમુકભાગ પાકિસ્તાનની ઘુસણખોરીના રહી જવા પામેલ જેને સમયે સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલે સ્વ. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ ઘણું સમજાવ્યા, પરંતુ તેઓ માન્ય નહી. સ્વ. સરદાર ઇચ્છતા હતા.
મુખ્ય હકિકત બાબત એ છે કે પોરબંદરના રાજવી સ્વ. નટવરસિંહ જેટવાનો જન્મ તા. ૩૦ જૂન ૧૯૦૧ માં શીતલા ચોક -દરબારગઢમાં પિતા ભાવસિંહજી અને મતા રામબા સાહેબ ભાવનગરમાં રાજવી લખનસિંહના દીકરી સાથે થયા ડિસેમ્બર ૧૯૦૮ માં પિતા ભાવસિંહજીનું અવશાન થતા સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવા ગાદી વારસ થયા પરંતુ સગીર વયના અને અભ્યાસ કરતા હોઇ એડમિનિસ્ટ્રેશન શાસન આવ્યું ૨૬ મી જાન્યુઆરી ૧૯૨૦ ને વસંત પંચમીના દિવસે ગાદી નશ્તન થયા ત્યારબાદ લીંબડીના કુંવરી રૂપાળી બા સાથે તેજ વર્ષના લગ્ન કર્યા રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે સિનિયર કેમ્બ્રિજનો અભ્યાસ પૂરો કર્યો હતો. શ્રીનગર (કાશ્મીરનું નહિ) કાળક્રમે ત્યાંથી તેમના વંશજ શિયોજી જેઠવાએ તે સમયની સમૃધ્ધ નગરી ઘૂમલીયા ગાદી ફેરવી ઘૂમલી ઉપર પ્રથમ સિંઘના જામ ઉજાડી આક્રમણ કર્યુ હતું. પરંતુ તેને રૂપ પર નમળતાં તેના કુંવર જામબામણીયા એ. ઇ.સ. ૧૩૧૩ માં ફરી આક્રમણ કરી ઘૂમલીને ઉજાડી નાખી. ધૂમલીનું પતન થતા ભાણા જેઠવાએ રાણપુરમાં પોતાની રાજધાની સ્થાપી રાણપુરના પરેશ રામદેવજીનું ઇ.સ. ૧૫૦૪માં દગાથી મૃત્યુ થતા તેમના કુંવર ભાલાજી તથા તેમના રાણી કલાબાઇ અને બાલ કુંવર ખીમાજી અંધાર પછાડો ઓઢી રાણપુરથી ભણીને પોરબંદર આવ્યા પોરબંદરમાં હુમલા નહેરૂ (ત્રવડા) પાર્કમાં આજવીને વસ્યો ત્યાં ભાણજીનું અવશાન થયું.હાલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ પાછળના ભાગે કંમ્પાઉન્ડમાં ભાણજીના સ્મૃતિરૂપ ભાણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ભાણજીના અવસાન પછી પોરબંદર પાસે આવેલા ‘‘ ધાર્યા'' ગામમાં જેઠવાની રાજધાની સ્થપાઇ અને બાળક્ષર ખીમાજી ગાદીએ બેઠો ત્યાર પછી રાજ દફતર માંથી જ નોંધ મળે છે તે મુજબ રાણા સરતાનજી ઇ.ે. ૧૭૫૭-૧૮૧૩ એ વિ.સં. ૧૮૪૧ ની શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસેસવારે ધાયાંથી જેઠવા ગાદીને પોરબંદર ફેરવી તે સમયથી પોરબંદર જેઠવાઓની રાજધાની તરીકે પ્રસિધ્ધ થયું. આ સમયનું અંગ્રેજીમાં રૂપાંતર કરતા તા. ૨૦-૮-૧૭૮૫ મળે છે. (આશરે ૩.૪૦ ત્રણસો ચાલીસવરસ સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવાએ ૨૮ અઠાવીસ વરસ રાજ કર્યુ.સને ૧૯૪૮ ની સાલ મહારાણા સ્વ. નટવરસિંહજી જેઠવાએ હિન્દુસ્તાન ભારતએ આર્ય સોૈરાષ્ટ્ર સરકારને રાજય સોપ્યું સ્વ. મહારાણા નટરવરસિંહ જેઠવાએ પોતાના સતાકાળ દરમ્યાન પોરબંદરના રાજયના પ્રજાજનોના પ્રેમ જીતી વાત્સલ્ય,જીત્યા આજ પણ પ્રજાજનોઅવી પ્રજાજનોને વિના મુલાકાતે મળવા અને રજુઆત નિયમીત નગર યાત્રા કાર્યમાં હાજર તેઓશ્રી આર્કીકરનો પ્રેમ, ક્રિકેટ શોખ, સુંદર સોૈદર્ય, પ્રકૃતિ પ્રેમ જીવનમાં સાદગી, ધાર્મિકતા વર્ણવેલી પોતે તન ખાદી ધારણ કરેલ. એક નજીવી ભૂલ તેમને ખ્યાલમાં આવતા જ તુંરત જ પોરબંદરના સુદામાં ચોકમાં જાહેર સભા ભરી પ્રસ્તાવ જાહેર કરી પ્રજાજનોની માફી માંગી સ્વ. રાજવી નટવરસિંહ જેઠવા એ રાજગાદી છોડી નો પણ પ્રજાજનોમાં તેના マદયમાં અપાર પ્રેમ સ્નેહ રહયો સન્માનીત રહયા અને તેમના વંશ, શ્રી હરેન્દ્રસિંહ જેઠવા એ સન્માનીય પ્રજાકિય છે. (૩.પ) -:: સંકલન ::-
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
