તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ
કુતિયાણા નગરપાલિકાના પૂર્વપ્રમુખ ઢેલીબેન ઓડેદરા ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં: સમાજવાદી પાર્ટીએ રાણાવાવ-કુતિયાણા બંને નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧: પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીાં અત્યાર સુધીમાં ૨૬ ઉમેદવારી ફોર્મ ભરાય છે. કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા ભાજપ તરફથી ફરીથી ચૂંટણી લડી રહયા છે. સમાજવાદી પાર્ટીએ રાણાવાવ અને કુતિયાણા બંને પાલિકાના ચૂંટણીમાં ઝુકાવ્યું છે.
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાશે. જિલ્લામાં ૨ નગરપાલિકા સહિત તથા તાલુકા પંચાયતની એક ખાલી બેઠકની ચૂંટણી યોજાશે.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે અત્યાર સુધીમાં કોઇ ૨૬ ફોર્મ ભરવામાં આવ્યા છે. અને આ પાંચે પાંચ ફોર્મ કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા છે.
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૨૧ ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી ભાજપે ૧૧ અને સમાજવાદી પાર્ટીએ ૧૦ ફોર્મ ભર્યા છે.
ભાજપ દ્વારા રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની સીટના તમામ ઉમેદવારના નામ અને રામગઢ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ તરફથી કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેનખ ઓડેદરા પણ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તો સામે સમાજવાદીપાર્ટી એટલે કે કાંધલ જાડેજાના ટેકેદારો ચૂંટણી લડવાના છે
રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી દ્વારા ઝંપલાવવામાં આવ્યું હોવાથી ભાજપ અને સમાજવાદી પાર્ટિ વચ્ચે સીધી ટક્કર થશે તેવું લાગી રહયું છે.
રાણાવાવ નગરપાલિકા સીટોના ઉમેદવારના નામોની યાદીમાં ભાજપના ઉમેદવારી તરીકે ભાવનાબેન જીવાભાઇ ખુંટી, ભાનુબેન સાજણભાઇ કાઠી, કરશનભાઇ નાથાભાઇ મુશાર, ચંપાબેન અરભમભાઇ પાંડાવદરા, સોનલબેન ડાભી, કારાભાઇ વજશીભાઇ મોઢવાડીયા, નિલેશભાઇ દિપકભાઇ કોડીયાતર, શિલ્પાબેન જગદીશભાઇ બળેજા, રમીલાબેન જેન્તીલાલ ગાધેર, ભરતભાઇ ભીમજીભાઇ ગઢીયા, સુનિલભાઇ બાબુલાલ ચૌહાણ, જયાબેન ખીમજીભાઇ ઓડેદરા, સલીમભાઇ કાસમભાઇ સમા, લીલુબેન કેશવભાઇ ઓડેદરા, રૂબીનાબેન સલિમભાઇ ઘાવડા, મેઘજીભાઇ ખીમજીભાઇ મકવાણા, માલદેભાઇ પરબતભાઇ મોઢવાડીયા, ઇલાબેન મુકેશભાઇ મારૂ, અમીનાબેન ઓસમાણભાઇ નાઇ, ગુલામનબી અબ્દુલ્લા બુખારી, સલમાબેન ચાવડા, રેશમાબેન સલીમભાઇ સોરઠીયા, ઓસમાણભાઇ નાઇ, તથા કિશોરભાઇ રાતીયાએ ફોર્મ ભર્યા છે.
તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં રામગઢ (રાણાવાવ) બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કડવીબેન ગુરગુડીયાએ ફોર્મ ભર્યુ છે.
માયાબેન પરમાર, જયાબેન ખુટી, વિક્રમ ઓડેદરા, ગોરધનભાઇ ચંદનાણી, જીવીબેન કડછા, નયનાબેન ચૌહાણ, ઉદયભાઇ સોંદરવા, પ્રતાપભાઇ વદર, ઢેલીબેન ઓડેદરા, ચેતનાબેન ભટ્ટ, જીવાભાઇ ઓડેદરા, જગદીશભાઇ, હંસાબેન પરમાર, શોભનાબેન ઓડેદરા, માલદેભાઇ ઓડેદરા, રાજીબેન ડોડીયા, માલીબેન ઓડેદરા, શનીભાઇ થાપલીયા, કરબાતી ખોખર, નીતાબેન ભરાડીયા, રાંભીબેન ઓડેદરા, ડાયાભાઇ રૈગા તથા કાનાભાઇ કરમટાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
