<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરના ૧૯મા પાટોત્સવ દરમ્યાન કાલે સાંજે "પૂ. ભાઈશ્રી" શ્રી રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં ૨૯મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ

સાંદીપનિ સભાગૃહમાં ગુજરાતના પર્યટન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, નવી દિલ્હીના પ્રો.ડો.શશીપ્રભા કુમારને બ્રહ્મર્ષિ એવોર્ડ, સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક કેશવભાઈ હરિભાઈ ગોટીને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરના ૧૯મા પાટોત્સવ દરમ્યાન કાલે તા.૦૨ ને રવિવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન ૨૯મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ,  સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે. જેમાં પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા તથા ગુજરાતના પર્યટન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. 

આવર્ષે ૨૯મા ગૌરવ અવોર્ડ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, નવી દિલ્હીના પ્રો.ડો.શશીપ્રભા કુમારને બ્રહ્મર્ષિ એવોર્ડ, સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટીને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું લાઈવ ટેલીકાસ્ટ sandpani.tv અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે. 

બ્રહ્મર્ષિ એવોર્ડ - પ્રો.ડૉ. શશિપ્રભા કુમાર – નવી દિલ્હી

ભારતીય દર્શન તથા મનીષાના વિશિષ્ટ વ્યાખ્યાતા વર્તમાન સમયમાં શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય, ભારતીય વિદ્યાભવન, નવી દિલ્લીના ડીન, વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન નવી દિલ્લીના સમ્માનિત ફેલો અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ, શિમલાના અધ્યક્ષા સંપૂજ્ય પ્રો. ડૉ.શાશીપ્રભાકુમાર પ્રખ્યાત શિક્ષાવિદ્ અને વિદુષી મહિલા છે., જેઓએ વર્તમાન સમયમાં ભારતીય જ્ઞાન પરંપરાને સમૃદ્ધ કરવામાં પોતાનું અદ્વિતીય યોગદાન આપ્યું છે. અહિયાં કહેવું યોગ્ય હશે કે પ્રો.ડૉ. શાશીપ્રભાજીએ ભારતની ઋષિસમાન ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા અને સુર્યા સાવિત્રીની સાંસ્કૃતિક અને બૌદ્ધિક પરંપરાને યુગબોધના અનુસાર આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે. સુશ્રી શશિપ્રભાજીએ પોતાના નામ અનુરૂપ પોતાની વિદ્વત્તા તથા વાગ્મિતાથી સંસ્કૃતભાષા, વ્યાકરણ તથા દર્શનને સમૃદ્ધ કરવાનું અભિનંદનીય કાર્ય કર્યું છે. તેઓશ્રીએ ભારતીય દર્શન, વેદ, ઉપનિષદ, વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત, બૌદ્ધ તથા જૈન દર્શનમાં વિશેષતા પ્રાપ્ત કરી છે. વૈશેષિક દર્શનમાં પદાર્થ નિરૂપણ વિષય ઉપર તેઓશ્રીએ ડોક્ટરેટની ઉપાધી પ્રાપ્ત કરીને ભારતીય દર્શનશાસ્ત્રને સમૃદ્ધ કર્યું છે.

પાંડિત્યપૂર્ણ પારિવારિક પરિવેશ, ભારતની સુદીર્ઘ જ્ઞાન પરંપરાના વિદ્વાનો તથા આચાર્યોનું સાહચર્ય તથા ૪૦થી વધુ વર્ષોનું એકનિષ્ઠ આચાર્યત્વ આ બધું મળીને આચાર્યા શ્રીશશિપ્રભાજીના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે. જેને વંદન અભિનંદન કરતા સાંદીપનિ પરિવાર સ્વયં ગૌરવનો અનુભવ કરે છે. શાલીનતા, સરળતા અને સહજ સ્વભાવની પ્રતિમૂર્તિ શશિપ્રભા પોતાના જ્ઞાનનું અમૃત આ જ રીતે વિતરિત કરતા રહે અને ભારતની ઋષિપરંપરાને આગળ વધારતી રહે આ જ મનોકામના સાથે પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં સંપૂર્ણ સાંદીપનિ પરિવાર આપનું હાર્દિક અભિનંદન અને ભાવપૂજન કરીને વર્ષ ૨૦૨૪નો બ્રહ્મર્ષિ એવોર્ડ સમર્પિત કરે છે.

 

 

દેવર્ષિ અવાર્ડ – પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ- રાજકોટ

 

 

પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી મહારાજ ભારતની સનાતન સંસ્કૃતિ અને આર્ષ પરંપરાના વર્તમાન સમયના પાવન પ્રતિનિધિ અને રાજદૂત છે અને પોતાની અસાધારણ પ્રતિભા અને વાગ્મિતાના કરને સંપૂર્ણ વિશ્વમાં વેદ, વેદાંત, સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને યોગ વિજ્ઞાનના ધ્વજવાહક બનીને મા ભરતીની અહર્નિશ સેવા કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીશ્રી અનંતશ્રી વિભૂષિત પરમ પૂજ્ય સ્વામીશ્રી દયાનંદજી મહારાજના વરિષ્ઠ શિષ્ય અને અનુયાયી છે. તેઓ હિંદુ ધર્મ આચાર્યસભાના સંયોજક અને મહામંત્રી છે તથા તેમના નેતૃત્ત્વમાં હિંદુધર્મ અને સંસ્કૃતિના અનેક સફળ ઉપક્રમ પૂર્ણ થયા છે જેવા કે રામસેતુનું સંરક્ષણ, આન્તરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા, હરિયાણા સરકાર દ્વારા ગીતાજયંતી મહોત્સવ તથા આદ્ય શંકરાચાર્યની ૧૦૮ ઉંચી પ્રતિમાનું નિર્માણ વગેરે. આ સિવાય તેઓ રાજકોટ અને વડોદરા (ભારત)માં આર્ષ વિદ્યામંદિર-અધ્યયન કેન્દ્રના સંસ્થાપક છે તથા અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પણ છે.

પૂજ્ય સ્વામીજી આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રીય તથા રાજયસ્તરની સમિતિના સન્માનનીય સદસ્ય છે. સાથે જ સ્વામીજી મહાત્મા ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દી વર્ષ માટે શક્તિ રાષ્ટ્રીય તથા રાજ્યસ્તરીય સમિતિના સદસ્ય છે. જેની અધ્યક્ષતા ભારતના યશસ્વી પ્રધાન દ્વારા કરવામાં આવે છે. પૂજ્ય સ્વામીજી ભારતીય જ્ઞાન પરંપરા અને શાસ્ત્રોના અધ્યેતા તથા આચાર્ય છે. તેમનું સંપૂર્ણ જીવન ભારતની વૈદિક જ્ઞાન પરંપરા અને જીવન પ્રણાલીને સમર્પિત છે.

પૂજ્ય સ્વામીજીનો સરળ, સહજ અને સર્વસ્પર્શી સ્વભાવ બધાને આકર્ષિત કરે છે એન સાથે પ્રેરિત પણ કરે છે. તેઓએ સ્કુલના બાળકો, વિદ્યાર્થીઓથી લઈને સરકારી ઉચ્ચ પદ પર રહેલા અધિકારીઓ તથા યુવાનોના પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કર્યા છે. સ્વામીજીના આજ સ્વભાવ અને વિદ્વત્તાના કારણે તેઓ સર્વત્ર સમાજમાં પૂજ્ય છે.

એવા સમાજસેવી, વિદ્વાન સંતશ્રી પરમાત્માનંદજી મહારાજનું ભાવપૂજન કરતા તેઓને વર્ષ ૨૦૨૪નો દેવર્ષિ અવાર્ડ સમર્પિત કરતા સાંદીપનિ પરિવાર સ્વયંને અભિભૂત અનુભવ કરે છે. 

 

રાજર્ષિ એવોર્ડ - કેશવભાઈ હરિભાઈ ગોટી, સુરત

 

 

સુપ્રસિદ્ધ ઉદ્યમી ભારતના હીરા ઉદ્યોગજગતના જ્યોતિર્મય નક્ષત્ર એવં વનવાસી જનજાતીય સમાજના ઉત્થાન અને વિકાસના માટે સમર્પિત શ્રીકેશવભાઈ હરિભાઈ ગોટી મૂળરૂપથી ભાવનગર હળિયાદ, વલ્લભીપુર ગામથી સબંધ ધરાવે છે. તેમનો જન્મ ખુબજ અત્યંત ગરીબ ખેડૂત પરિવારમાં વર્ષ ૧૯૫૮માં થયો હતો. તેઓનું પ્રારંભિક જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યો. નિર્ધનતા ,અભાવ અને અનીશ્ચીતાઓના કારણે તેઓએ ત્રીજા ધોરણ પછી શિક્ષણ છોડવું પડ્યું અને પછી તેઓ બાળમજુરીના માટે બીજા ગામમાં આવીને રહેવા લાગ્યા. આ વિકટ પરિસ્થિતિમાં તેઓનો બાલ્યકાળ પસાર થયો છે. જાન્યુઆરી ૧૯૭૨ થી ભગવાન શ્રીહરિની કૃપા અને પ્રેરણાથી તે હીરાના વ્યવસાયમાં હીરાશ્રમિક તરીકે કામ કરવા લાગ્યા. પોતાના આધ્યાત્મિક અને ધાર્મિક સ્વભાવના લીધે તેઓ તરુણાવસ્થાથી સત્સંગ, સંકીર્તન અને સ્વાધ્યાયમાં ખુબ જ રૂચી રાખતા હતા અને નિયમિતરૂપે પૂજ્ય સંતોના પ્રવચન, કથા સત્રોમાં હાજરી આપતા હતા. વર્ષ ૧૯૮૧-૮૨માં શ્રી કેશવભાઈ ગોટી બે વર્ષ સુધી અલગ-અલગ ગુરુઓ અને સંતોના સાન્નિધ્યમાં આશ્રમોમાં રહ્યા, પરંતુ આંતરિક અસંતોષના કારણે તે ફરી હીરાના વ્યવસાયમાં જોડાયા. વર્ષ ૧૯૮૩માં સુરતમાં તેઓએ પોતે હીરાનો વ્યવસાય પ્રારંભ કર્યો અને ભગવાનની પ્રત્યક્ષ કૃપાનો અનુભવ કરતા તેઓને સફળતા પણ મળવા લાગી.

વ્યવસાયની વ્યસ્તતા હોવા છતાં પણ આધ્યાત્મિક અને ધાર્મિક ચૈતન્યને સદૈવ જીવંત રાખ્યું અને વ્યવસાયની સાથે-સાથે આધ્યાત્મિકતા સાથે ખુબ જ આસ્થા અને નિષ્ઠા સાથે જોડાઈ રહ્યા અને ભગવાનની કૃપાથી વ્યવસાય અને અધ્યવ્યવસાય બંનેમાં સફળતા મળી અને ફળસ્વરૂપ "ગ્લોસ્ટાર ડાયમંડ"ના બેનરથી સુરત તથા મુંબઈમાં શ્રીકેશવભાઈ ગોટી સફળતા પૂર્વક વ્યવસાય ચલાવી રહ્યા છે.

પોતાની આધ્યાત્મિકતા એન ધાર્મિક ચેતના અને ચિંતનના ફળસ્વરૂપે તેઓ સ્વામી વિવેકાનંદ, શ્રીવિનોબા ભાવે અને શ્રીરવિશંકર મહારાજ જેવા મહાપુરુષોના સાહિત્ય અને સેવાકાર્યોથી પરિચિત થયા અને પ્રેરિત થઈને તેઓ ગુજરાતના આદિવાસી/વનવાસી ક્ષેત્રોમાં સેવા-શિક્ષણના માટે વર્ષ ૨૦૧૧ માં "માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ" ની સ્થાપના કરીને તેઓના માધ્યમથી અનેક શિક્ષણ અને આરોગ્યના પ્રકલ્પ, વિદ્યાલયો, હોસ્પિટલોના સફળ સંચાલનમાં યોગદાન આપી રહ્યા છે. પોતાના સેવાભાવી સ્વભાવના અનુરૂપ અનેક સંસ્થાઓથી ખુબજ સક્રિય રૂપે જોડાયા છે. જેમાં સુરત ડાયમંડ એશોશિએશન હોસ્પિટલ, સુરત, વડતાલ સ્વામીનારાયણ હોસ્પિટલ, એમ.ટી.એસ. ડી. બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આટકોટ, મારુતિ વીર જવાન ટ્રસ્ટ સુરત, સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સુપા, મુખ્ય છે.

ભારતની સંસ્કાર ચેતનામાં રચ્યા-પચ્યા રહીને, પોતાના પુરુષાર્થથી હીરા-વ્યવસાયમાં અગ્રણી સ્થાન ધરાવતા, ભારતના વનવાસી આદિવાસી ક્ષેત્રમાં પોતાના સેવાકાર્યોથી પ્રકાશ ફેલાવનારા કેશવભાઈ ગોટીને સાંદીપનિ પરિવાર વર્ષ ૨૦૨૪નો રાજર્ષિ એવોર્ડ સમર્પિત કરે છે.

(3:38 PM IST)