તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
મોરબીના જારીયા પરિવારના આંગણે સોમવારે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની સ્વ.પૂરીબેનનું ગત તા.૨૪-૧ ના રોજ અવસાન થયેલ હોય તે નિમિત્તે તેઓની ઉત્તરક્રિયા પ્રસંગે તા.૩-૨ ને સોમવારના રોજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સંતવાણીના આ કાર્યક્રમમાં દેશવીદેશમાં પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી ચૂનિંદા સાંજીદાઓ સાથે ભજનોની રમઝટ બોલાવશે તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સાહિત્યરશ પીરસવા સાથે શ્રોતાઓને રસતરબોળ કરશે તા.૩ ને સોમવારે રાત્રિના નવ કલાકે મોરબીના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતે આવેલ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાન ખાતે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્યુ છે. ત્યારે લાખાભાઇ મગનભાઈ જારીયા પરિવાર દ્વારા લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
