તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
ભાવનગર ભાજપના અગ્રણી ભરતસિંહ ગોહિલની માંગરોળ નગરપાલિકામાં પ્રભારી તરીકે નિયુક્તિ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગુજરાત રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા ગુજરાતના વિવિધ જીલ્લામાં નગર પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.
જુનાગઢ જીલ્લાના માંગરોળ નગર પાલિકાની ચુંટણી પણ યોજાવાની છે જેમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ. દ્વારા ભાવનગરના પૂર્વ ડે. મેયર, પૂર્વ શહેર મહામંત્રી તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતસિંહ ગોહિલની પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ભરતસિંહ ગોહિલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે. કુશળ સંગઠક છે, અને વિવિધ ચુંટણી નું મેનેજમેન્ટ સફળતા પૂર્વક કર્યું છે. આથી જ ગુજરાત પ્રદેશ ભા.જ.પ. દ્વારા માંગરોળ નગર પાલિકામાં ભરતસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે.
તા. ૧-૨-૨૦૨૫ના રોજ માંગરોળ નગર પાલિકાની ચુંટણીના ભા.જ.પ.ના તમામ ઉમેદવારોના ફોર્મ ભરતસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ભરવામાં આવ્યા હતા. આ સમયે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ હીરપરાજી અને માંગરોળ શહેરના અધ્યક્ષ લેનીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
