<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

વાંકાનેર નગરપાલિકાની 7 બેઠકો પર હરીફ ઉમેદવારો દ્વારા ફોમ નહીં ભરતા ચકાસણી બાદ બિન હરીફ થવાની શક્યતા

 

 વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે. આ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સામે હરીફ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી ન હોય ચુંટણી પુર્વે ભારે ખડખડાટ મચી જવા પામ્યો છે.

  વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 4, વોર્ડ 2માં 10, વોર્ડ 3માં 8, વોર્ડ 4માં 10, વોર્ડ 5માં 5, વોર્ડ 6માં 8 અને વોર્ડ 7માં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ વોર્ડ નંબર 1માં ભાજપના ચાર ઉમેદવારો અને વોર્ડ નંબર 5માં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો ના ચકાસણી વેળાએ બધુ સમુ સુતરૂ રહે તો બિનહરીફ જાહેર થશે. 

  વાંકાનેર પાલિકાની કુલ 28 બેઠકો માટે 53 ઉમેદવારી પત્રો નોંધાયા છે. સોમવારે ચકાસણી અને મંગળવારે ફોમ પરત ખેંચવાની અવધી છે ત્યારે હજું વધુ બેઠકો બિનહરીફ જાહેર થવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે


 

(8:18 PM IST)