News of Saturday, 1st February 2025
થાન નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટ્યું :જામશે ત્રિપાંખિયો જંગ: અપક્ષ સહિત 80થી વધુએ ઉમેદવારી નોંધાવી
થાનના 7 વોર્ડમાં ચૂંટણી : 4 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાની તારીખ :અપક્ષ ઉમેદવારો પરત ફોર્મ ખેંચે તેવા પ્રયાણ હાથ ધરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર નોંધાવાનો સમય પૂર્ણ થયો જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. થાનના 7 વોર્ડમાં ચૂંટણી યોજવામાં આવશે જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને 80થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
થાન નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટ્યું હતું. તેમજ તમામ પાર્ટીઓના નેતાઓએ ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 4 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે જેમાં અપક્ષ ઉમેદવારો પરત ફોર્મ ખેંચે તેવા પ્રયાણ હાથ ધરવામાં આવ્યા છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
