News of Sunday, 2nd February 2025
ભુજમાંથી ઝડપાયા સાઈબર ક્રિમિનલ: લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરતા હતા.
અલગ અલગ ૧૭ બેન્કોમાં ૫૫ ખાતાની ૪૭ ચેકબુક, ૪૨ એટીએમ કાર્ડ સાથે ઝડપ્યા

ભુજ : એલસીબી પોલીસે રાજસ્થાનના બે રીઢા સાયબર ગુનેગારોને ભુજની સરકારી, ખાનગી અને કો.ઓપ એમ અલગ અલગ ૧૭ બેન્કોમાં ૫૫ ખાતાની ૪૭ ચેકબુક, ૪૨ એટીએમ કાર્ડ સાથે ઝડપ્યા છે. આરોપીઓ શિશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ બિશ્નોઈ અને ગોવિંદરામ મુન્નારામ બિશ્નોઈ ભુજમાં ભાડે મકાનમાં રહેતા હતા. આ ઠગોએ બોગસ પાર્ટનર શીપ ડીડ, લાઈટ બીલ, આધાર અને પાનકાર્ડ સાથે ઢગલાબંધ ખાતા ફટાફટ કઈ રીતે ખોલાવ્યા હશે? શું બેન્ક કર્મીઓની મીલી ભગત હશે? (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
