News of Monday, 3rd February 2025
કેન્દ્રના બજેટને આવકારતા પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર તા. ૩:બ્રાસ સીટી જામનગરના ઉદ્યોગને કોપર, બ્રાસ સ્ક્રેપ, ઝીંક સહિતના રો મટીરીયલની આયાત ડ્યુટી કેન્દ્ર સરકારે બજેટ ૨૫-૨૬માં રદ કરતા, લાખોને રોજગાર પુરૂ પાડતા બ્રાસ ઉદ્યોગની, ઉત્પાદકતા વધશે, રોજગાર વધશે, સ્પર્ધાત્મક ભાવથી વેંચાણ અને નિકાસ વધશે.
જે હાલાર પંથકના અર્થતંત્રને વેગવંતુ કરનારી અંદાજપત્રની જોગવાઇઓ હોઇ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને નાણામંત્રી માનનીય શ્રી નિર્મલા સીતારમનજીનો ૧૨-જામનગર લોકસભાના સાંસદ શ્રી પૂનમબેન માડમ એ આભાર વ્યક્ત કર્યો છે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
