<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પોરબંદરના બગવદર અને માધવપુરમાં ૨૨ દુકાનદારોને ત્‍યાં દાઝીયા તેલ અંગે ખોરાક-ઔષધ નિયમન દ્વારા તપાસ

ખાદ્ય વસ્‍તુ બનાવવા એક તેલનો વારંવાર ઉપયોગ શરીર માટે હાનિકારક : ૩ દુકાનોમાંથી મળેલા દાઝીયા તેલનો જથ્‍થો નાશ કરાયો

પોરબંદર, તા.૪:  જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બગવદર અને માધવપુર ખાતે ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં ગુણવતા અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતુ અને ખાદ્યચીજોનું વેચાણ કરતી ૨૨ જેટલા દુકાનદારોને ત્‍યાં દાઝિયા તેલ અંગેની ટી પી સી તપાસ કરાઈ હતી.

જિલ્લાનાં નાગરિકોને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે અને તેમનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થો બનાવતી પેઢીઓ દુકાનો પર વારંવાર ચેકિંગ કરવામાં આવે છે. જે અંતગર્ત પોરબંદર જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાતેની ફૂડ સેફ્‌ટી વાન દ્વારા બગવદર અને માધવપુર ખાતે ખાદ્યચીજોનું વેચાણ કરતી ૨૨ જેટલા દુકાનદારોને ત્‍યાં દાઝિયા તેલ અંગેની ટી પી સી તપાસ કરવામાં આવી હતી.

બગવદર ખાતેની ૨ પેઢીમાંથી આશરે ૮૦૦ ગ્રામ અને માધવપુર ખાતેની ૩ પેઢીમાંથી આશરે ૧ કિગ્રા જેટલા દાઝીયા તેલનો નાશ કરાવવામાં આવ્‍યો હતો અને ઉપરોક્‍ત બને જગ્‍યાએ ૧-૧ એમ કુલ ૨ અવેરનેશ કેમ્‍પ કરવામાં આવ્‍યાં અને  લોકોને ફૂડ સેફ્‌ટી અંગે માહીતગાર કરવામાં આવ્‍યાં હતાં.

(11:04 AM IST)