<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પોરબંદર સાંદીપનિમાં માનવસેવા રૂપ વિવિધ મેડીકલ કેન્‍દ્રો

 

પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્‍સવ ૨૦૨૫ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્‍પોનું પણ આયોજન કરવામાં આવેલ હતું. પાટોત્‍સવના પ્રથમ દિવસે તા.૦૨-૦૨-૨૪, સવારે સાંદિપની ગુરુકુળ ખાતે તોહી મુરબ્‍બી શ્રી ગૌતમભાઈ ઓઝા, તોહી મુરબ્‍બી શ્રી મનસુખભાઈ જોશી (ઉપપ્રમુખશ્રી) મેડિકલ કોલેજ પોરબંદરના ડીન ડો.સુશીલ કુમાર, ડો.સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી અને કેમ્‍પમાં સેવા આપનાર ડોક્‍ટર શ્રીઓ તેમજ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ અને સ્‍ટાફ દ્વારા આ મહત્ત્વના બે મેડિકલ કેમ્‍પ સેવાયજ્ઞની દીપ પ્રાગટયૅ કરી શુભ શરૂઆત કરવામાં આવેલ. ૧) લોહીની નસોનો નિદાન  કેમ્‍પમાં ગુજરાત વાસ્‍કયુલર સેન્‍ટર રાજકોટના સેવાભાવી સિનિયર સર્જન ડો. દેવેન્‍દ્ર  ડેકીવાડીયા, ડો. વઘાસીયા અને ટીમ દ્વારા કુલ ૧૫૮ દર્દીઓની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી.  ૨) ન્‍યુરો ફિઝિશિયન  કેમ્‍પ (મગજને લગતા રોગોનો  કેમ્‍પમાં રાજકોટના વોકહાર્ટ હોસ્‍પિટલના ન્‍યુરો ફિઝિશિયન ડો. આશુતોષ દુધાત્રા દ્વારા કુલ ૬૭ લાભાર્થીઓને ઘનિષ્ઠ રીતે તપાસવામાં આવ્‍યા. કેમ્‍પમાં આવેલા લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ, ઈ.સી.જી (કાર્ડિયોગ્રામ) પણ કેમ્‍પના સ્‍થળ પર જ વિનામૂલ્‍યે  પુરા પાડવામાં આવેલ. સવારે ૯ કલાકથી સાંજના ૫ વાગ્‍યા સુધી સતત કેમ્‍પ ચાલુ રહ્યો હતો. આ કેમ્‍પમાં  સેવાભાવી એવા બે મેડિકલ ઓફિસર ડો. નિશા બહેન માખેચા અને ડો. બંસરી બહેન મદલાણી એ પણ પોતાની માનદ સેવા પૂરી પાડેલ. ઉપરાંત પાટોત્‍સવ માટે કલોલ થી આવેલ સિનિયર સિસ્‍ટર સરોજ બહેન ત્રિવેદી એ પણ પોતાની માનદ સેવા આપેલ હતી.  આ બન્ને  કેમ્‍પની વ્‍યવસ્‍થા ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલના સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ. જેના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી દેવજીભાઈ ઓડેદરાએ સેવા પૂરી પાડેલ હતી. દંત ચિકિત્‍સા કેમ્‍પમાં શ્રીહરિ મંદિર પાટોત્‍સવના પ્રથમ દિવસથી જ  દંતયજ્ઞ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં લાભુભાઈ શુક્‍લ મેમોરિયલ ટ્રસ્‍ટ ગવરીદળ ના અત્‍યંત સેવાભાવી દંત વૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંત વૈદ્ય સરોજબહેન જોશી તેમજ ટીમ દ્વારા જાલંધર બંધ યોગ પદ્ધતિ દ્વારા ૬૯ લાભાર્થીઓને તપાસવામાં આવેલ અને તે પૈકી ૭૩ ટુથ એક્‍સટ્રેકશન પણ કરવામાં આવેલ. દંતયજ્ઞ દરમિયાન વ્‍યસનમુક્‍તિ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે.  ત્રણેય કેમ્‍પના કોઓર્ડીનેટર તરીકે ડો. સુરેશભાઈ ગાંધી અને ડો. ભરતભાઈ ગઢવીએ માનદ સેવા પૂરી પાડેલ હતી. મેડીકલ કેમ્‍પો યોજાયા તે તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(2:07 PM IST)