<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ટંકારામાં લેઉવા પાટીદાર સમાજમાં શાહી સમુહ લગ્નોત્‍સવ

રાઘવજીભાઇ પટેલ, પ્રફુલભાઇ પાનસેરીયા, દુર્લભજીભાઇ દેથરીયા, નરેશભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૪: વસંત પંચમીના દેવ કુંવર સંકુલ શહેનાઈ થી ગુંજી ઉઠયું હતું. ટંકારા લેઉવા પાટીદાર સમાજનો છઠ્ઠો શાહી સમુહ લગ્નોત્‍સવ ધામધૂમથી સંપન્ન થયો હતો.

મુખ્‍ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઇ પટેલ, કૂષિ મંત્રી રાધવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા ટંકારા ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્‍ય બાવનજીભાઈ મેતલીયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા નામી હસ્‍તીઓ ઉધોગપતિ સહિતના તાલુકાના તમામ ગામના પાટીદાર પરીવાર હર્ષોલ્લાસ સાથે ઉપસ્‍થિત રહયા હતા.

ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજનો છઠ્ઠો શાહી સમૂહ લગ્નોત્‍સવ રાજકોટ મોરબી રોડ પર દેવ કુંવર શૈક્ષણિક સંસ્‍થાના પટાંગણમાં વસંત પંચમીના પવિત્ર અને પાવન દિવસે ૨૭ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા આ ઉત્‍સવની સાક્ષીએ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો ઉપસ્‍થિત રહી આશિર્વાદ આપ્‍યા હતા. દેખાડો નહી પરંતુ દરકાર ના ઉમદા આશયથી ટંકારા લેઉવા પાટીદાર સમાજ ના યુવા ટિમ અને મહિલા ટિમના નેઝા હેઠળ આ સમુહ લગ્ન ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાયો હતો. આયોજન કમિટી દ્વારા સુદર ર્પાકિંગ આવકાર ફોટો શેશન ભોજન સમારંભ બેઠક વ્‍યવસ્‍થા પાણી સહિતની સંગિત અને સુરાવલી નું અદભુત આયોજન કર્યું હતું ઉપરાંત કાયદાના તજજ્ઞ એડવોકેટની પેનલ દ્વારા સેમ ડે સાંજે મેરેજ સર્ટીફીકેટ આપી સમાજ પ્રત્‍યેની નિષ્ઠા પ્રગટ કરી હતી

(2:09 PM IST)