News of Tuesday, 4th February 2025
બેટ દ્વારકા ખાતે બાલાપરમાં આવેલ ૧૪ ગેરકાયદે ધાર્મિક બાંધકામોનું ડિમોલિશન

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે બાલાપરમાં આવેલ કબ્રસ્તાનમાં ગેરકાયદે કુલ ૮ દરગાહ કાદરસાહ, દાદા મોલવી શાહ, ઢોલિયા પીર, ગરીબ શાહ, અમનામાં પીર, અલ્યા અજગર, ૨૭ ખ્વાજા પીર, દાદા પીર અને એક મસ્જિદ, એક મદ્રેસા તથા અન્ય ત્રણ ધાર્મિક બાંધકામનું ડિમોલિશન કરવામાં આવેલ છે
હનુમાન દાંડી પાછળના વિસ્તારમાં શેખ પીર નામની દરગાહનું ડિમોલિશન કરવામાં આવેલ છે. આમ ૯ દરગાહ, ૧ મસ્જિદ, ૧ મદ્રેસા અને ૩ અન્ય ધાર્મિક બાંધકામ મળી કુલ ૧૪ ધાર્મિક સ્ટ્રક્ચર ડિમોલિશન કરવામાં આવેલ. લાખો રૂપિયાની કિંમતની કુલ ૨૧૩૬ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
