<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

દ્વારકામાં ૯, ભાણવડમાં ભાજપના ૮ ઉમેદવારો બિનહરીફ

સલાયા પાલિકામાં છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર પાછા ન ખેંચાતા ૯૮ ઉમેદવારો યથાવત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે પાલિકાઓની યોજાયેલ ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાના દિને ચિત્ર સ્‍પષ્‍ટ થયું છે તથા ભાજપ દ્વારા દ્વારકા તથા ભાણવડમાં ભાજપે બીનહરીફ બેઠકો મેળવતા સ્‍થિતિ મજબૂત થઇ છે.

દ્વારકામાં સાત વોર્ડમાં ર૮ સદસ્‍યોની ચૂંટણી યોજાઇ હતી જેમાં ૮૭ ફોર્મ ઇસ્‍યુ થયા હતા જેમાં ર૮ રદ થયા હતા તથા ૬ પરત ખેંચાતા હવે ગઇકાલે બે વોર્ડ અને એક ત્રીજો એમ ત્રણ વોર્ડ માંથી કુલ નવ બેઠકો પર ઉમેદવારો ભાજપના બીનહરીફ થતાં ભાજપને ર૮ માંથી ૯ બેઠકો અત્‍યારથી જ મળી છે. જયારે બાકીની ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપ-કોંગ્રેસ સાથે સ્‍પર્ધામાં છે.

ભાણવડમાં કુલ ર૪ બેઠકો માટે પ૮ ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપે ૩૦, કોંગ્રેસે ૧૮, આપ પાર્ટીએ આઠ અને અપક્ષે બે ફોર્મ ભર્યા હતાં. ચૂંટણીમાં ચેકીંગ પ્રક્રિયામાં આપ ના ઉમેદવારો આઠેય નીકળી જતા વોર્ડ નં. ૩ અને વોર્ડ ૬ ની આઠ બેઠકોનો બીનહરીફ થઇ જેમાં ભાજપ સામે કોઇ ઉમેદવારો ના હોય અહીં ભાજપને આઠ બેઠક બીનહરીફ મળી છે. જેથી ભાણવડમાં હવે ૧૬ બેઠકોની ચૂંટણી વોર્ડ ૧, ર, ૪, પ માં થશે. જેમાં તમામમાં ભાજપ - કોંગ્રેસ સાથે છે.

સલાયામાં યથાવત

સલાયા પાલિકામાં ફોર્મ પરત ખેંચ્‍યાના દિવસે પણ તમામ ૯૮ ઉમેદવાર યથાવત છે.

(2:23 PM IST)