<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

લોધીકાના નોંધણચોરાના શૈલેષને મગુ અને તેના પુત્રએ ધોકાથી માર માર્ર્યો

સગીર દિકરીની પજવણી થઇ હોઇ સમજાવવા જતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૫: લોધીકાના નોંધણચોરા ગામે રહેતાં શૈલેષ લક્ષમણભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)ને સાંજે કાલંભડી-પીપરડી વચ્‍ચે હતો ત્‍યારે મગુ, તેના પુત્ર દત્તો સહિતે ઝઘડો કરી ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

શૈલેષના કહેવા મુજબ તે છુટક મજૂરી કરે છે. તેની તેર વર્ષની દિકરીની મગુના દિકરાએ પજવણી કરી હોઇ આ બાબતે ઠપકો આપ્‍યો હતો. તેનો ખાર રાખી ધોકાથી હુમલો કરાયો હતો.

(10:56 AM IST)