તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Wednesday, 5th February 2025
કુતિયાણામાં પત્નિ સાથે ઝઘડો થતાં જશુ વાઘેલાનો ઝેર પી આપઘાત
રાજકોટમાં દમ તોડયોઃ છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૫: કુતિયાણામાં રહેતાં યુવાનને પત્નિ સાથે ઝઘડો થતાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. કુતિયાણામાં લખુભાઇ ભુરાભાઇની વાડી પાસે રહેતાં અને મજુરી કરતાં જશુભાઇ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાને છએક દિવસ પહેલા ઝેર પી લેતાં કુતિયાણા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાતે મોત થયું હતું.
જશુભાઇ બે દિવસથી રાજકોટ સારવાર હેઠળ હતો. તેનું મોત થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ કુતિયાણા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તે પાંચ ભાઇ અને એક બહેનમાં ચોથો હતો. સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. પત્નિ બાધુબેન સાથે તેને ઝઘડો થતાં ઝેર પી લીધાનું સગાએ જણાવ્યુ઼ હતું.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
