News of Wednesday, 5th February 2025
ધાંગધ્રાના બાવળી ગામ નજીક નર્મદા કેનાલમાં સુરેન્દ્રનગરના રતનપરના આધેડની મળી લાશ

વઢવાણ,તા.૫ : ધાંગધ્રા પંથકમાં એક પછી એક લાશો મળવાના બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે ત્યારે ધાંગધ્રા બાવળી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ માંથી અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી ગ્રામજનો દ્વારા લાશને કેનાલ માંથી બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે મરનાર વ્યક્તિ કોણ છે કયાંનો છે તે દિશામાં તપાસ કરતા મરનાર આધેડ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતો કણઝરીયા લલીતભાઈ ઘનશ્યામભાઈ હોવાનું જાણ થતાં તાલુકા પોલીસે પરિવારને જાણ કરીને ડેડ બોડીને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં આગળની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરેલ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
