<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

કેવો યોગનુયોગઃ આ શહેરમાં j DMC, ડે.કલેકટર, આરટીઓ વડા પછી હવે કેતનભાઈ ઠક્કર કલેકટર પણ બન્‍યા

જામનગરને મળ્‍યા શહેરની સમસ્‍યાઓથી સુપરિચિત આઇએએસઃ લોકોમાં હર્ષ લોકોની સમસ્‍યાઓ પર ફોકસ કરી તેના નિકાલની પ્રાથમિકતા મારી પ્રથમ પ્રાયોરિટીઃ અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. ૭: જામનગરના કલેકટર તરીકે રઘુવંશી સમાજનું ગૌરવ એવા કેતનભાઈ ઠક્કર જેવા શહેરની તાસીરથી વાકેફ એવા આઇએએસ અધિકારીની પસંદગી થતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

કસ્‍ટમસ અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કરનાર આ અધિકારી ખૂબ વિનમ્ર અને લોકોના કામનો ઝડપથી નિકાલ તે તેમની ર્પ્‍યોરીટી અને રુચિ છે.

એ પણ યોગાયોગ છે કે તેઓ એ જામનગર શહેરના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે પ્રજા હિતમાં ખૂબ બેલેન્‍સ જાળવી કામગીરી કરી હતી. તેમની ઉમદા છાપ, કામ કરવાની ધગશ, વિગેરે બાબતો ધ્‍યાને રાખી લોકોનો લાગણી માંગણી ધ્‍યાને રાખી જામનગરમાં નાયબ કલેકટર પદે નિમણૂક આપવામાં આવેલ. અહી પણ સખ્‍ત મહેનત થી ખૂબ લોકપ્રિય બનેલ. આરટીઓ તંત્ર વ્‍યવસ્‍થિત કરવા અહી ્‌લીક આરટીઓ અધિકારીનો હવાલો સુપરત કરેલ. રાજકોટ જેવા શહેરના અટપટા કાર્યો માટે પણ તેમને એડિશનલ કલેકટર અર્થાત્‌ RAC તરીકે પસંદગી થયેલ.  તેવો આઇએએસ તરીકે નોમીનેટ થયા બાદ ખૂબ ટફ મનાતા કસોટીરૂપ પોરબંદર જિલ્લામાં ડીડીઓ તરીકે સરકારે મુકેલ, અહી પણ તેઓ સફળ રહેલ. આખરે લોકોની લાંબા સમયથી થયેલ રજૂઆત અંતર્ગત જામનગર કલેક્‍ટર તરીકે પસંદગી થયેલ છે. અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, લોકોની સમસ્‍યાઓનો ઝડપી ઉકેલ તે મારી પ્રાથમિકતા રહેશે.

(11:47 AM IST)