News of Friday, 7th February 2025
એસ.ટી. બસમાં બાળકોનો શું વાંક ને શું ગુનો અડધી ટિકિટ રદ કરો

ઉપલેટા, તા. ૭: એસટી બસમાં અનેક મુસાફરોને ફ્રી સેવાનો લાભ મળે છે અપંગ વિકલાંગ સૂરદાસ વિદ્યાર્થી બહેનોને પત્રકારોને ફ્રી સેવાનો બસમાં લાભ મળે છે ત્યારે નાના બાળકોને અડધી ટિકિટ લેવામાં આવે છે આ નિયમ એસટી ની જ્યારે સ્થાપના થઈ ત્યારથી છે એસ.ટી.એ સુધારો કરવો જોઈએ આ બાબતે ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે એક અખબારી યાદીમાં જણાવેલ છે મોટાભાગના મુસાફરો બાળકો સાથે હોય ત્યારે એસટી બસ તરફ જતા નથી ત્યારે પ્રાઇવેટ વાહનમાં બાળકોને ટિકિટ લેવામાં આવતી નથી. એસ.ટી.એ બાળકો ની અડધી ટિકિટ બિલકુલ નાબૂદ કરવી જોઈએ. મુસાફરો સરકારી વાહનમાં બેસવાનું વધારે પસંદ કરતા કારણ કે તેમાં ભાડું ઓછું હોય છે અત્યારે ઊલટું છે એસટીમાં પ્રાઇવેટ વાહન કરતા ભાડું વધારે છે. મુસાફરોને ઉતરવા માટે ડ્રાઇવર અને કંડકટરને ટિકિટ હોવા છતાં ભલામણ કરવી પડતી હોય છે છતાં પણ મુસાફરોને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારવામાં આવતા નથી આવા અનેક મુસાફરોમાંથી ફરિયાદ છે ત્યારે એસ.ટી.એ આ નિયમમાં પણ સુધારો કરવાની જરૂર છે લાંબા સમયથી જે ડ્રાઈવર કંડકટર એક જ રૂટમાં ચાલતા હોય તેવા કંડકટર ડ્રાઈવરોને સૂચના આપવી જોઈએ મુસાફરોને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારવા જોઈએ તો જ મુસાફરો એસટી તરફ ફરી આવશે અત્યારે છેલ્લા દસ વર્ષથી રાજ્યમાં એસટી ની હાલત સાવ કથડી ગયેલ છે. આ અંગે વધુ નારણભાઈ આહિરે જણાવેલ હતું મુસાફરોને જે ટિકિટ લેવામાં આવે છે તેમાં રાઉન્ડ ફિગર હોવો જોઈએ પરચુરણ ચીલર હોવું ન જોઈએ કારણ કે કંડકટર તેમજ મુસાફરોને અવારનવાર માથાકૂટ થતી હોય છે જો રાઉન્ડ ફિગર રાખવામાં આવેતો મુસાફરો કે કંડકટરને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
