News of Friday, 7th February 2025
પોરબંદરમાં રપ ગેરકાયદે દબાણો હટાવાયા
બાકી સ્થળોએ સ્વૈચ્છાએ પેશકદમી હટાવવા તથા દબાણ હટાવ ઝૂંબેશ હજુ ચાલુ રહેશેનું જણાવતા મ્યુનિસિપલ કમિશનરશ્રી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફુટપાથ ઉપરથી તેમજ અન્ય જગ્યાએ ગેરકાયદે પેશકદમી હટાવવાની શરૂ થયેલ ઝૂંબેશ હેઠળ ફુટપાથ ઉપર સહિત ઠેરઠેર રપ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દુર કરાયા હતાં.
મહાનગરપાલિકાનાં પરશુરામ માર્ગ ઉપર ગ્લોબલ હોસ્પીટલ તથા અટલ ભવનની સામેની ફુટપાથ ઉપર અમુક લોકો દૃવારા મહાનગરપાલિકાની ફુટપાથ ઉપર વરંડા, પગથીયા તથા કાચા બાંધકામો બીનઅધિકળત રીતે કરવામાં આવેલા. તે લોકોને અગાઉ નોટીસો પણ આપવામાં આવેલી, તેમજ રૂબરૂ પણ જણાવીને દબાણ ખુલ્લુ કરી આપવા સુચના આપવામાં આવેલી. તેમ છતાં કોઇપણ વ્યકિત દૃવારા આવા દબાણો દુર કરવામાં ન આવતા.
મ્યુ.કમિ.ની સુચના મુજબ તથા જીપીએમસી એકટ મુજબ આ દબાણો દુર કરવાની કાર્યવાહી પુરતા પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરીને અંદાજે ૨૫ જેટલા દબાણો ખુલ્લા કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન નાયબ મ્યુ.કમિ., ટાઉન પ્લાનર, એસ્ટેટ શાખા, બાંધકામ શાખા, ટાઉન પ્લાનીંગ શાખા, ઇલેકટ્રીક શાખાનો સબંધિત સ્ટાફ હાજર રહેલ.
મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકોએ જાહેર જમીન ઉપર દબાણ કરેલા છે, તે લોકોને પણ સુચિત કરવામાં આવે છે કે તેઓ સ્વયં જાહેર જમીન ઉપરના દબાણ દુર કરી, જાહેર જમીન ખુલ્લી કરી આપે. અન્યથા મહાનગરપાલિકા દૃવારા દબાણો દુર કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે, તેવી જાહેર સુચના પણ મ્યુ કમિ. દ્વારા આપવામાં આવી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
