News of Friday, 7th February 2025
ગોંડલમાં ઘરફોડી ચોરી કરતી ગેંગનો વોન્ટેડ મુખ્ય સૂત્રધાર પકડાયો

રાજકોટ તા. ૭: ગોંડલ બી ડિવીઝન પોલીસે ઘરફોડી ચોરી કરતી ગેંગના વોન્ટેડ મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક હિમકરસિંહે જીલ્લામાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે ગોંડલ બી ડીવીઝનના પોલીસ ઇન્સપેકટર જે. પી. ગોસાઇની સુચનાથી પો. સબ ઇન્સ. વી. એન. જાડેજા તથા સ્ટાફે હયુમન સોર્સીઝ આધારે ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં મુખ્ય નાસતા ફરતા આરોપી વિક્રમ ધીરૂભાઇ સોલંકી રહે. મુળ વાસાવડ તા. ગોંડલ હાલ રહે. ગોંડલ આશાપુરા ચોકડી વાળાને પકડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી વીક્રમ સોલંકી સામે અગાઉ બરવાળા, ઉમરાળા, જસદણ, બાબરા તથા ગોંડલમાં ૮ ચોરીના ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહીમાં ગોંડલ બી ડિવીઝનના એ.એસ.આઇ. રમેશભાઇ તેજાભાઇ, રાજેશભાઇ ભુપતભાઇ, પો. હેડ કોન્સ. મદનસિંહ જેઠુસિંહ, શકિતસિંહ મનુભા, રાજાભાઇ ભીખાભાઇ, અનીરૂધ્ધસિંહ જયવંતસિંહ, પો. કોન્સ. સુરેશભાઇ સાંગાભાઇ, ઓમદેવસિંહ વનરાજસિંહ તથા સુરપાલસિંહ જયદેવસિંહ જોડાયા હતા.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
