<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

આઈ.પી.સી. કલમ - ૩૦૭ કેસમા સલાયા પાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ ભગાડ સહિત ૧૦

આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ફરીયાદીને રૂ.૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવતી ખંભાળીયાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ :'સલાયાના સીદીકભાઈ આદમભાઈ જાસયા વચ્ચે તકરાર થયેલી જેમાં તમામ આરોપીઓએ સીદીકભાઈ આદમભાઈ જશરાયાને મારી નાંખવાના ઈરાદે હુમલો કરીને જીવલેણ ઈજાઓ કરેલ : સામ-સામે મારામારીની હકીકતની ફરીયાદો સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૭ :આઈ.પી.સી. કલમ - ૩૦૭ કેસના આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ફરીયાદીને રૂ.૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો હુકમ ખંભાળીયાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

 ચકચારી કેસની ટૂંકી હકીકત એવી છે કે, ગત તા.૧૩/૧૨/૨૦૧૬ ના રોજ ખંભાળીયા તાલુકાના સલાયા ગામે સરકારી દવાખાના પાસે આ કામના આરોપીઓ (૧) અસલમ સાલેમામદ ભગાડ (૨) સબીર દાઉદભાઈ ભગાડ (3) જાવીદ દાઉદભાઈ ભગાડ (૪) અકબર ડારૂનભાઈ ભગાડ (૫) બસીર દાઉદભાઈ ભગાડ (6) જાહીર સાલેમામદ કરીમભાઈ ભગાડ (૭) અજીઝ અબ્દુલભાઈ ભગાડ (૮) ફારૂક અબ્દુલભાઈ ભગાડ (૯) આબીદ અબ્દુલભાઈ ભગાડ (૧૦) સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમભાઈ ભગાડ રહે. બધા જકાતનાકા પાસે, ખંભાળીયા રોડ, મું.સલાયા, તા.ખંભાળીયાવાળા તથા સલાયાના સીદીકભાઈ આદમભાઈ જાસયા વચ્ચે તકરાર થયેલી જેમાં તમામ આરોપીઓએ સીદીકભાઈ આદમભાઈ જશરાયાને મારી નાંખવાના ઈરાદે હુમલો કરી શરીરે જીવલેણ ઈજાઓ કરેલ અને તે બનાવ સંબંધે સામ-સામે મારામારીની હકીકતની ફરીયાદો સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ

બાદ આ કામના ઉપરોક્ત આરોપીઓ સામે તપાસ કરનાર અધિકારી દ્વારા આઈ.પી.સી. કલમ - ૩૦૭ વિગેરે મુજબના ગુન્હા તળે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ. બાદ આ કામના આરોપીઓ સામેનો કેસ નામદાર પિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ, દેવભુમી દ્વારકા, મું.ખંભાળીયામાં ચાલી જતા તમામ આરોપીઓને દેવભૂમી દ્વારકાના નામદાર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી એસ.વી.વ્યાસ સાહેબે તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને ફરીયાદીને રૂ.૫૦,૦૦૦/-વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં શ્રીસરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ લગીરથસિંહ એસ. જાડેજા રોકાયેલ હતા.

(4:22 PM IST)